મહેસાણામાં જે.પી.નડ્ડાના વચ્યુઅલ કાર્યક્રમ અગાઉ લોકગાયક દિવ્યા ચૌધરીએ ભક્તિગીતો ભાજપના ગીતોની રમઝટ બોલાવી
ગરવી તાકાત, મહેસાણા તા. 02 – મહેસાણા અવસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની વર્ચયુઅલ વિજય સંકલ્પ સભા સંબોધવાના હોવાથી જે.પી. નડ્ડા મહેસાણા સભામાં પહોંચે તે અગાઉ ગુજરાતની ખ્યાતનામ કલાકાર દિવ્યા ચૌધરી દ્વારા ભક્તિગીતો અને ભાજપના ગીતો પોતાના મધુર સ્વરે રજૂ કરી સભામાં આવેલા તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
મહેસાણા લોકસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના મોવડી મંડળના સ્ટાર પ્રચારકોની ટીમ ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી રહી છે. ત્યારે ભાજપની કેન્દ્રીય લેવલની ટીમ તેમજ વડાપ્રધાન મોદી પણ ગુજરાતના વિજય વિશ્વાસની ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા વર્ચ્યુઅલી સભા ગજવવાના હોવાથી મહેસાણા ખાતે અગાઉથી ચૂંટણી સભામાં આવેલા ભાજપના સમર્થકો કંટાળો ન અનુભવે તે માટે ગુજરાતની ખ્યાતનામ કલાકાર દિવ્ય ચૌધરી દ્વારા સ્ટેજ ઉપર ભક્તિગીતો તેમજ ભાજપના ગીતોની રમઝટ બોલાવી હતી. જ્યાં સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેસાણા ખાતે વચ્યુઅલી સભા શરૂ ન થાય ત્યાં સુધી સતત ગીતોની રમઝટ બોલાવી તમામ ભાજપ સમર્થકોને મંત્રમુગ્ધ કર્યા હતા.