મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો 

April 19, 2024
રામજી ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા માટે તળેટી ગામથી પોતાના ટેકેદારો સાથે ટ્રેકટર હંકારી કલેકટર કચેરીએ પહોચ્યાં 
કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે કહ્યું ભાજપને એક લાખ વોટથી હરાવીશું 
પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી અને વિપક્ષના નેતા કમલેશ સુતરીયાએ ડીપોઝીટ ફી ભરી  
ગરવી તાકાત, મહેસાણા તા. 19 – મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર આજે જન આશીર્વાદ સભા યોજી હતી. ત્યારબાદ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.  રામજી ઠાકોર પોતે ટ્રેકટર હંકારી કાર્યકરો સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા.

મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે આજે સવારે પૂજા કર્યા બાદ તળેટી ગામથી વડીલોના આશીર્વાદ મેળવી કાર્યકરો સાથે તળેટીથી રેલી યોજી ટ્રેકટર લઇ મહેસાણાના હીરાનગર ચોકમાં જન આશીર્વાદ સભા સંબોધી હતી.જન આશીર્વાદ સભામાં મહેસાણા સમેત આસપાસના ગામોના કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યા હતાં. તેમજ બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સમેત હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

સભા સંબોધ્યા બાદ હીરાનગર ચોકથી ફરી  રામજીભાઈ ઠાકોર ટ્રેકટર ચલાવી મહેસાણા કલેકટર કચેરી સુધી પોતાના કાર્યકરો સાથે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. જ્યાં ટ્રેક્ટર આવતા જ હાજર પોલીસ કર્મીઓએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. કોંગ્રેસ કાર્યકરોની ઈચ્છા હતી કે રામજીભાઈ ઠાકોર ટ્રેક્ટર સાથે કલેકટર કચેરી કેમ્પસમાં પ્રવેશ કરે જેથી રામજીભાઈ ઠાકોરે પોતાના કાર્યકરો સાથે ટ્રેકટર હંકારી કલેક્ટર કચેરી કેમ્પસમાં પહોંચ્યા હતા. રામજીભાઈ ઠાકોરે કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેની ડિપોઝીટ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી અને પાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ 25 હજાર રૂપિયા ભરી સહકાર આપ્યો હતો.

રામજીભાઈ ઠાકોરે જણાવ્યું કે, સમગ્ર મહેસાણાની જનતા મારી સાથે છે. વિજયના આશીર્વાદ સાથે આજે ફોર્મ ભરવા આવ્યો છું. હું પોતે ખેડૂત છું અને ખેડૂતનો અવાજ બનવા માટે ટ્રેક્ટર લઈને આવ્યો છું. મહેસાણામાં આ વખતે રેકોર્ડ બ્રેક થવાનો છે. 1 લાખથી વધુ મતોથી જીત થશે. વર્ષોથી સમાજ સાથે જોડાયો છું સમાજ મને જીતાડશે. લોકો સ્વંયભુ ફંડ ઉઘરાવે છે. લોકોને ખ્યાલ છે રામજી ઠાકોર એક સામાન્ય પરિવાર માંથી આવે છે અને રામજી ઠાકોરને જીતાડવા સ્વયંભુ ફંડ લોકો ઉઘરાવે છે. અત્યાર સુધીમાં કેટલું ફંડ મળ્યું એ ખ્યાલ નથી પણ ચોક્કસ આંકડો આવશે ત્યારે જાણ કરીશું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0