હરિભાઇ પટેલ ફોર્મ ભરતા અગાઉ તોરણવાળી ચોકમાં માતાજીના દર્શન કરી આર્શિવાદ લીધા
હરિભાઇ પટેલે સભા યોજ્યા બાદ રેલી સ્વરુપે ફોર્મ ભરવા માટે પહોંચ્યાં હતા
પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત તમામ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
ગરવી તાકાત, મહેસાણા તા. 16 – મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ ફોર્મ ભરતા અગાઉ તોરણવાળી ચોકમાં માતાજીના દર્શન કરી આર્શિવાદ લીધા. હરિભાઇ પટેલ ફોર્મ ભરવા ઘરેથી નીકળ્યાં તે અગાઉ મહેસાણા ગણપતિ મંદિરમાં પૂજા અર્ચના કરી આર્શિવાદ લીધા હતા. પૂજા અર્ચના કર્યા બાદ હરિભાઇ પટેલે સભા યોજ્યા બાદ રેલી સ્વરુપે ફોર્મ ભરવા માટે પહોંચ્યાં હતા. મહેસાણામાં લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

જેમાં સભા દરમિયાન પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત તમામ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મોઢેરા ચોકડીથી ભમરીયા નાળા થઈ ફુવારા થઈ રેલી મહેસાણા કલેકટર કચેરી આવી હતી. જ્યાં હરિભાઈની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ,પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

મહેસાણા લોકસભા ભાજપના ડમી ઉમેદવાર તરીકે રાજુભાઇ પટેલે ફોર્મ ભર્યુ હતું. મહેસાણા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન રાજુભાઇ પટેલે ડમી તરીકે ફોર્મ ભર્યુ હતું. રાજુભાઇ પટેલે હરિભાઇ સાથે જિલ્લા પંચાયતમાં વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. રાજુભાઇ પટેલને ડમી તરીકે ફોર્મ ભરવાની તક અપાઇ.
હરિભાઈએ જણાવ્યું કે, મહેસાણાની જનતાના આશીર્વાદ તેમજ મહેસાણામાં ઉત્સવનું વાતાવરણ છે અને પ્રજાના આશીર્વાદથી આજે ફોર્મ ભર્યું છે. જંગી બહુમતીથી જીત મેળવીશ 5 લાખથી વધારે લીડ સાથે જીત હાંસલ કરીશુ. કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈને લઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, રામજીભાઈ એક વખત અગાઉ ખેરાલુ બેઠક પર ચૂંટણી લડેલા જેમાં તેઓએ મત તો માગ્યા હતા પણ નોટ માંગી હતી કે નહીં એ મને ખબર નથી.


