ચોરી કરેલા મોટર સાયકલ પર નીકળેલા સુલતાનપુરાના સુલતાન એસઓજીના સકંજામાં 

April 4, 2024

મહેસાણા એસઓજીની ટીમે ઉનાવામાંથી બાઇક ચોરીનો અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યોં 

આજથી બે માસ અગાઉ ઉનાવા મીરા દાતાર પાસેથી મોટર સાયકલની ચોરી કરી હતી 

મહેસાણા એસઓજીની ટીમે વડનગરમાંથી ચોરી કરેલા બાઇક પર નીકળેલો શખ્સ ઝડપાયો 

ગરવી તાકાત, મહેસાણા તા. 04 – (Sohan Thakor) મહેસાણા એસઓજીની ટીમ વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન વડનગર તાલુકાના સુલતાનપુરા ગામનો શખ્સ ચોરી કરેલું મોટર સાયકલ લઇ વડનગર આવતાં એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. આ શખ્સે એસઓજી સમક્ષ આ મોટર સાયકલ ચાલકે કબુલાત કરી હતી કે તેના કહેવાથી તેના મિત્રએ ઉનાવા મીરા દાતાર પાસેથી આ મોટર સાયકલની આજથી બે માસ અગાઉ ચોરી કરી હતી. જેથી મોટર સાયકલ કબજે કરી વાહનચોર ઇસમને વડનગર પોલીસને સોપ્યોં હતો.

ચૂંટણીમાં શાંતિ સુલેહનો ભંગ ન થાય અને શાંતિપૂર્ણ રીતે લોકસભાની ચૂંટણી યોજાય તે માટે મહેસાણા જિલ્લા પોલીસ તંત્રની વિવિધ શાખાઓ રોજબરોજ અનેક નાસતા ફરતા આરોપીઓ તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને ચોરીઓના ગુનામાં સંડોવાયેલા તત્વોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.

ત્યારે આવા તત્વો સામે આવી સફળ કામગીરી કરવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ વી.આર.વાણીયના નેતૃત્વમાં પીએસઆઇ એમ.એ.જોષી, એએસઆઇ નિતીન, હેકો. રાજસિંહ, પોકો. સંજયકુમાર, સચિનકુમાર, જયેશકુમાર, ધર્મેન્દ્રકુમાર, જયદેવસિંહ, શક્તિસિંહ, પ્રદિપસિંહ, ધરમસિંહ સહિતનો એસઓજી સ્ટાફ વિવિધ ટીમો બનાવી વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન વડનગરના તોરણીયા વડ પાસે આવતાં પોકો. શક્તિસિંહ અને પ્રદિપસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ હીરો હોન્ડા સ્પેલેન્ડર મોટર સાયકલ નંબર જી.જે.02-બીએન-236 લઇ હીમાલયા કંપની તરફ આવનાર છે. જે બાતમી મળતાં મહેસાણા એસઓજીએ હીમાલયા કંપની તરફ વોચ ગોઠવી દીધી હતી.

આ દરમિયાન ઉપરોક્ત મોટર સાયકલ વાળો શખ્સ આવતાં તેને અટકાવી પુછપરછ કરતા તેને પોતાનું નામ ઠાકોર અરવિંદ ઉર્ફે સોમો રમેશજી રહે. સુલતાનપુરા જોગણીયાપુરા ટાવર, તા. વડનગરવાળો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બાઇક બાબતે પુછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે મારા કહેવાથી મારા મીત્ર બાલાજી સરતાનજી રહે. સુલતાનપુરા તા. વડનગરવાળાએ આજથી બે માસ અગાઉ ઉનાવા મીરા દાતાર પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરતાં ચોરીનું બાઇક કબજે કરી ચોરીના બાઇક સાથે નીકળેલા શખ્સને ઝડપી પાડી વડનગર પોલીસને સોપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0