ચૂંટણી પ્રચાર માટે ભોજનમાં થેપલા, પરોઠા, ખીચડી, શાક કઢીનો ભાવ રૂા.126 દર્શાવાયો 

March 20, 2024

ચા, કોફી, મંડપ, સહિતની 15 આઈટમોના ભાવોમાં વિસંગતતા: કોંગ્રેસનો વિરોધ

ચા, કોફી, નાસ્તો, ભોજનની ડીસના ભાવનાં વધારા સામે વિરોધ: તત્કાલ પગલા લેવાની માંગણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા જીલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત

ગરવી તાકાત, ગાંધીનગર તા. 20 – લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ જીલ્લા કલેકટર તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા કરવામાં આવનાર ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા માટે પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. ગઈકાલે રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં ચાનાં કપ, ભોજનની થાળી, નાસ્તો સહિતની 500 જેટલી આઈટમોના ભાવ નિયત કરી દેવામાં આવેલ હતા. જોકે કોંગ્રેસ દ્વારા ચાનાં કપ, મંડપ, ફલોરીંગ, બેરીકેટીંગ સહિતની 15 જેટલી ચીજવસ્તુઓના નિયત કરાયેલા ભાવ સામે વિરોધ નોંધાવવામાં આવેલ હતો.

In rural areas, BJP hired magicians for campaigning | દેશી પદ્ધતિથી પ્રચાર: ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપે પ્રચાર માટે જાદુગરો ઉતાર્યા - Divya Bhaskar

અધિક કલેકટર (ચૂંટણી) મુછારની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં 500 જેટલી આઈટમોના જે ભાવ નિયત કરવામાં આવેલ જેમાં એરક્રાફટના પ્રતિ કલાકનો ભાવ પણ ફીકસ કરવામાં આવેલ હતા. રૂા.1.85 લાખથી શરૂ કરી 4.95 લાખ સુધીના પ્રતિ કલાકના એરક્રાફટના ભાવ નિયત કરાયા હતા.

 અહીં એ ઉલ્લેખનીય છે કે મોટાગજાના રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં એરક્રાફટનો ઉપયોગ કરતા હોય છે આ માટે ખાસ ભાવ બાંધણું કરી દેવામાં આવેલ છે. જેમાં ફીકસ્ટ વીંગ એરક્રાફટ અને હેલીકોપ્ટરના પ્રતિ કલાકના રૂા.1.25 લાખથી શરૂ કરી 4.95 લાખના ભાવ નિયત કરવામાં આવેલ છે.

 આ ઉપરાંત અડધી ચાનાં રૂા.20, નાસ્તાના રૂા.63, સમોસા-કચોરી ચીઝ ગ્રીલ સેન્ડવીચ, દહીંવડા, પૌવા બટેટાના રૂા.90, સાંજના ભોજનમાં થેપલા, પરોઠા, ખીચડી, શાક, કઢી, છાસ પાપડ અને સલાટ સાથેની થાળીના રૂા.126, વેજીટેબલ થાળીના રૂા.153, રીક્ષાના રૂા.500, મંડપ ગાળાના રૂા.2400, ફલોરીંગ, ટેબલના રૂા.75ના ભાવ નિયત કરવામાં આવેલ છે.

 આ ઉપરાંત ગાદલા, ચાદર, ઓસીકાના રૂા.30, સોફાના રૂા.300, ખુરશીના રૂા.29, મતદાન મત ગણત્રીના એજન્ટોને દૈનિક વેતન રૂા.700, ઢોલ-નગારાના રૂા.1000, કેશીયો પાર્ટીના રૂા.2000, ડીજે પાર્ટીના રૂા.10,000, આઈસ્ક્રીમ કોલ્ડ્રીંકસના રૂા.30, ધજાના રૂા. 60થી 90 સાલના રૂા.80થી 200, ફટાકડાના રૂા.1500, બગ્ગીના રૂા. 7000, સાફા-પાઘડીના રૂા.100, ટીશર્ટના રૂા.150થી 500, શણગારેલા ઘોડાના રૂા.2000થી 2500, આ ઉપરાંત હોટલના સીંગલ રૂમનું ભાડુ રૂા.5700 અને ડબલ રૂમનું ભાડુ રૂા.6500, નિયત કરવામાં આવેલ છે.

આ વખતે ભોજનની થાળી અને નાસ્તાના ભાવમાં વધારો કરવામાં આવતા તેની સામે થોડા અંશે વિરોધ ઉઠવા પામેલ છે. ગઈકાલે કલેકટર કચેરી ખાતે મળેલી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠકમાં 500 જેટલી આઈટમોમાં ભાવ નિયત કરતું લીસ્ટ આપવામાં આવેલ હતું પરંતુ 15 આઈટમોના ભાવ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવી આ મામલે રજૂઆત કરી હતી.

ચૂંટણી ખર્ચ માટે 500 આઈટમોના ભાવની સુચિ આપવામાં આવી છે જેમાં ચા-કાફીના કપનો ભાવ રૂા.20 દર્શાવાયેલ છે જે યોગ્ય નથી. આ ભાવ ઘટાડી 10 કરવા જણાવ્યું છે આ ઉપરાંત મંડપ, ફલોરીંગ, બેરીકેટીંગ, પ્લાસ્ટીક ખુરશી, ટેબલ, નાસ્તો, સાંજના ભોજનની ડીસ, વેજીટેબલ થાળીનો ભાવ પણ વધારે દર્શાવવામાં આવેલ છે. જેમાં ઘટાડો કરવા તેઓએ રજૂઆત કરી છે. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે સાંજના ભોજનમાં થેપલા, પરોઠા, ખીચડી, શાક કઢીનો ભાવ રૂા.126 દર્શાવાયો છે તેના બદલે આ થાળીનો ભાવ રૂા.100 હોવો જોઈએ. આ ઉપરાંત નાસ્તાની ડીસના રૂા.90ના બદલે રૂા.50 કરવા જરૂરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0