મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટમે કડી ઇન્દ્રાડ પાસે ખાનગી કંપનીમાંથી ઝડપ્યોં
છેલ્લા સાત માસથી પોલીસને ચકમો શખ્સ નાસતો ફરતો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 07 (Sohan Thakor) – કડી પોલીસ સ્ટેશનમાં જુગારના ગુનામાં પોલીસ પકડથી છેલ્લા સાત માસથી નાસતા ફરતા શખ્સને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે કડી ઇન્દ્રાડ વચ્ચે ખાનગી કંપનીમાં હાજર હતો તે દરમિયાન ઘટના સ્થળે પહોંચી દબોચી લઇ જેલમાં ધકેલ્યોં હતો.
મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં પોલીસ પકડથી નાસતાં ફરતાં તેમજ વચગાળાના જામીન પર છૂટેલા નાસતા ફરતાં ફરાર કેદીઓને ઝડપી પાડવા મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ નરેન્દ્રસિંહ, હેકો. રશ્મેન્દ્રસિંહ, હેકો. મુકેશકુમાર સહિત ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી
તે દરમિયાન એએસઆઇ નરેન્દ્રસિંહ તથા હેકો. મુકેશભાઇને ખાનગી બાતમી મળી હતી કે કડી પોલીસ સ્ટેશનમાં જુગારના ગુનામાં સંડોવાયેલો અને પોલીસ પકડથી સાત માસથી નાસતો ફરતો શખ્સ ઠાકોર ભાઇલાલ આતાજી રહે. સુરજ જોગણીમાતાનું પરું તા. કડીવાળો શખ્સ હાલમાં કડી ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ આર.ડી.પોલીટેક કંપનીમાં કામ કરતો હોય જે કંપનીમાં હાજર છે. જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે સાત માસથી ફરાર ઇસમને ઝડપી પાડી કડી પોલીસને સોપ્યોં હતો.


