રાજ્યમાં એક વર્ષમાં 276 સરકારી બાબુઓ ભ્રષ્ટાચારના ભોરીંગમાં સલવાયાં 

January 31, 2024

ચાલુ વર્ષમાં રાજયમાં 276 લાંચીયા બાબુઓની ધરપકડ કરવામાં આવી

ગૃહ વિભાગનાં અધિકારીઓ સામે સૌથી વધુ કેસ છે તો 100 થી વધુ વચેટીયા પણ પકડાયા

276 લાંચીયાઓની ધરપકડ કરી અને 1,55,69690 રૂપિયા કબ્જે કર્યા

ગરવી તાકાત, ગાંધીનગર, તા.31 – ગુજરાતમાં લાંચ-રૂશ્વત વિરોધી પ્રવૃતિનો પણ વિકાસ થઈ રહ્યાનું લાગે છે. ચાલુ વર્ષમાં રાજયમાં 276 લાંચીયા બાબુઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગૃહ વિભાગનાં અધિકારીઓ સામે સૌથી વધુ કેસ છે. તો 100 થી વધુ વચેટીયા પણ પકડાયા છે. દેશના રોલ મોડેલ એવા ગુજરાતમાં લાંચ વિરોધી બ્યુરોએ ચાલુ વર્ષમાં 199 લાંચની ફરીયાદ નોંધી છે. આ મામલે 276 લાંચીયાઓની ધરપકડ કરી છે અને 1,55,69690 રૂપિયા કબ્જે કર્યા છે.

એક લાખની લાંચ લેતા પકડાયેલા ના. મામલતદારના જામીન નામંજૂર | caught taking a  bribe of one lakh Mamlatdar's bail denied

ઝડપાયેલ 276 આરોપીઓમાં સમગ્ર ગુજરાતમાંથી એસીબીએ વર્ગ-1 ના 7 અધિકારીઓ, વર્ગ 2 ના 8 અધિકારીઓ, વર્ગ 3 ના 130 સરકારી કર્મચારીઓ, વર્ગ 4 ના 7 સરકારી કર્મચારીઓ પકડાયા છે. સરકારી બાબુનાં વચેટીયાઓનો આંક તો 100 ને પાર પહોંચ્યો છે. કુલ 104 વચેટીયાઓ દબોચાયા છે.

ગુજરાતની લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોએ આ વર્ષમાં ગૃહ વિભાગની અલગ અલગ સરકારી સંસ્થામાંથી 66 લાંચની ફરીયાદ નોંધી છે જેમાં 94 લાંચીયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે અને 38,07,100 રૂપિયાની લાંચની રકમ પકડી પાડવામાં આવી છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનાં વિભાગમાં 35 ફરીયાદ નોંધવામાં આવી હતી અને 46 સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી અને 14,98,520 ની લાંચની રકમ કબ્જે કરવામાં આવી છે.

મહેસુલ વિભાગમાં 25 ફરીયાદ નોંધવામાં આવી છે. 32 લાંચીયાની ધરપકડ કરી છે અને 15,70,900 ની લાંચની રકમ કબ્જે કરી છે.સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં માત્ર વર્ષ દરમ્યાન 2 ફરીયાદ નોંધવામાં આવી છે અને 3 ની ધરપકડ કરવામાં આવી છે.

માત્ર 15,000 ની રકમ જ કબ્જે કરવામાં આવી છે.  શિક્ષણ વિભાગમાંથી 8 ફરીયાદ નોંધીને 9 લોકોની ધરપકડ કરીને 2,15,400 ની રકમ કબ્જે કરી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ 20 ફરીયાદ નોંધી 27 લાંચીયા કર્મચારીઓ પકડાયા અને 9,52,000 ની લાંચની રકમ કબ્જે કરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0