છેતરપિંડીના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી લીધો 

November 6, 2023

ખેરાલુ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો 

મોટી હિરવાણી બસ સ્ટેન્ડ પાસે બેઠેલા શખ્સને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે દબોચી લીધો 

ગરવી તાકાત, મહેસાણા તા. 06 – ( Sohan Thakor ) – ખેરાલુ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પોલીસ પકડથી નાસતાં ફરતાં આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ખેરાલુ તાલુકાના હિરવાણી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપી મહેસાણઆ પેરોલ ફર્લો સ્કોર્ડે આરોપીને એ ડિવીઝન પોલીસને સોપ્યોં હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ નાસતાં ફરતાં તેમજ પરેલો ફર્લો પર છૂટી હાજર ન થયેલા આરોપીઓને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાંનાના નેતૃત્વમાં પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. દિનેશજી, , પીસી. રવિકુમાર, વરમાભાઇ સહિતનો સ્ટાફ નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા

તે દરમિયાન પીસી. કાનજીભાઇ તથા રવિકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખેરાલુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી પરમાર અજીત નરેન્દ્રભાઇ રહે. મોટી હિરવાણી તા. ખેરાલુવાળો હાલમાં હિરવાણી ચોકડી બેઠેલો છે. જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી છેતરપિંડીના ગુનામાં પોલીસ પકડથી નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડી ખેરાલુ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0