7800 કરોડના ક્રિકેટ સટ્ટા હવાલા કૌભાંડમાં સંડોવાયેલા એક વર્ષથી ફરાર ગુજરાતના ચાર બુકીઓની ધરપકડ

November 1, 2023

ગુજરાતમાં બુકી જગતમાં મોટુ નામ ધરાવતા હર્ષ શાહ, આકાશ પારેખ, બકુલ શાહ તથા પાર્થ જોષીની સમગ્ર રેકેટમાં ધરપકડ

સટ્ટાના નાણાં હવાલાથી વિદેશમાં મોકલવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો હતો

નવી દિલ્હી તા. 01 – ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડકપ વચ્ચે સટ્ટા-બેટીંગ પુર બહારમાં રમાતો હોવાની આશંકા છે જ તેવા સમયે 7800 કરોડના મસમોટા સટ્ટાકાંડમાં ગુજરાતના ચાર મોટા બુકીની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ સર્જાયો છે. રસપ્રદ બાબત એ છે કે, ક્રિકેટ બેટીંગ કાંડનો ખુલાસો થયાના એક વર્ષ બાદ આ મોટા માથાઓ પકડાયા છે. સુરત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે એક વર્ષ પુર્વે ડીંડોલીમાંથી ક્રિકેટ સટ્ટાના મોટા રેકેટનો પર્દાફાશ થયા હતા.

સુરતમાં રુ. 7800 કરોડના સટ્ટાકાંડમાં કાર્યવાહી, IPL ક્રિકેટનો સટ્ટો દુબઇથી  ચલાવતા | Sandesh

સટ્ટાના નાણાં હવાલાથી વિદેશમાં મોકલવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટા ઉપરાંત હવાલા નેટવર્ક ખુલવાને પગલે એનફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા પણ તપાસમાં ઝંપલાવવામાં આવ્યું હતું અને સમગ્ર કૌભાંડમાં મોટા બુકીઓના નામ ખુલ્યા હતા. ક્રિકેટ સટ્ટા તથા હવાલા નેટવર્કમાં નામ ખુલ્યાને પગલે બુકીઓ વિદેશ નાસી ગયા હતા. પોલીસ દ્વારા વોચ જારી રાખવામાં આવી હતી. બુકીઓ પરત આવી ગયા હોવાનું જાણમાં આવતા જ સુરત પોલીસની ઈકોનોમીક વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં બુકી જગતમાં મોટુ નામ ધરાવતા હર્ષ શાહ, આકાશ પારેખ, બકુલ શાહ તથા પાર્થ જોષીની સમગ્ર રેકેટમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતમાં હાલ ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે અને સટ્ટા-બેટીંગ મોટા પ્રમાણમાં ખેલાતા હોવાની શંકા છે તેવા સમયે જ મોટા બુકીની ધરપકડથી બુકીબજારમાં ખળભળાટ સર્જાયો છે. સમગ્ર મામલામાં આવતા દિવસોમાં નવા ધડાકાભડાકા થવાની અને અન્ય કેટલાક બુકીઓના નામો ખુલવાની આશંકા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0