પોલીસ વિભાગના અધિકારીઓના ખભા ઉપર લાગેલા સ્ટાર એ પોલીસ માટે જવાબદારીનું ભાન કરાવવા માટે છે – ગુજરાત હાઇકોર્ટ

October 27, 2023

ગુજરાત હાઈકોર્ટેમાં અમદાવાદ સહિત રાજ્યમાં રખડતા ઢોર અને બિસ્માર રોડ અને પાર્કિંગ સમસ્યા મુદ્દે આજે સુનાવણી

હાલના તબક્કે જવાબદારો સામે હુકમ લખીને તૈયાર રખાયેલો છે માત્ર સહી કરવાની જ વાર છે તેમ કહેતા એક આખરી તક આપવામાં આવી હતી 

ગરવી તાકાત, અમદાવાદ તા. 27- ગુજરાત હાઈકોર્ટેમાં અમદાવાદ સહિત રાજ્યમાં રખડતા ઢોર અને બિસ્માર રોડ અને પાર્કિંગ સમસ્યા મુદ્દે આજે સુનાવણીમાં તમામ પક્ષકારોને હાજર રહેવા આદેશ કરાયો હતો. જોકે આજે પોલીસ કમિશ્નર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર હાજર રહેતા હાઇકોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા એક અઠવાડિયામાં વાસ્તવિક સ્થિતિમાં બદલાવ નહીં આવે તો જવાબદારો સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરી દેવામાં આવશે એમ કોર્ટે કહ્યુ છે. આ સાથે તેમણે કહ્યું કે, એટલું જ નહિ જો બદલાવ નહીં આવે તો કડક કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યુ છે. હાલના તબક્કે જવાબદારો સામે હુકમ લખીને તૈયાર રખાયેલો છે માત્ર સહી કરવાની જ વાર છે તેમ કહેતા એક આખરી તક આપવામાં આવી હતી.

અમદાવાદમાં રસ્તા અને રખડતા ઢોર કામગીરીમાં ઢીલી નીતિથી હાઈકોર્ટે AMCની  ઝાટકણી કાઢી | HC slams AMC for lax policy on roads and stray cattle  operations in Ahmedabad

ગુજરાત હાઇકોર્ટમાં શુકવારે સુનાવણીની શરૂઆતમાં જ હાઇકોર્ટે જોઇન્ટ પોલીસ કમિશનરને કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ વિભાગની છે. પરંતુ જે પ્રકારના બનાવો અને જે પ્રકારની ઘટનાઓ છેલ્લા દિવસોમાં સામે આવ્યા છે એના પરથી તો એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં અલાર્મિંગ સિચ્યુએશન ઉભી થઈ છે. પોલીસ વિભાગના અધિકારીઓના ખભા ઉપર લાગેલા સ્ટાર એ પોલીસ માટે જવાબદારીનું ભાન કરાવવા માટે છે કે, શહેરમાં શું સ્થિતિ છે. જ્યારે પોલીસની ગાડી ઉભી હોય અને એમની આસપાસ કુંડાળું કરીને લાકડી લઇને કેટલાક લોકો રાઉન્ડ મારતા હોય અને પોલીસ જોતી રહે એવું કેવી રીતે ચાલે? શું કરી રહી છે પોલીસ, બોર્ડર ઉપર સેનાના જવાનો જે રીતે બોર્ડરની સુરક્ષા કરે છે એ જ રીતે પોલીસ દેશની અંદર સુરક્ષા માટે જવાબદાર છે.

મ્યુનીસિપલ કમિશનરને પણ કોર્ટે તાકીદ કરી કે, કાર્યવાહી કઈ રીતે થઈ રહી છે એ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના રિપોર્ટમાં દ્દેખાઈ ગયું છે એટલે જ તમને બોલાવ્યા છે. અગાઉ પણ હાઇકોર્ટે જે નિર્દેશો આપ્યા છે એમનું પાલન થયું નથી, જે થવું જોઈતું હતું. ત્યારે એડવોકેટ જનરલે રખડતા ઢોર અને પોલીસી મામલે કોર્ટ સમક્ષ તથ્યો અને મુદ્દાઓ મૂક્યા ત્યારે કોર્ટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે અને કહ્યું છે કે, એક અઠવાડિયાથી વધુનો સમય નહિ મળે. હાઇકોર્ટનો કોર્ટના તિરસ્કાર મામલે આદેશ તૈયાર છે પરંતુ હજી એક અઠવાડિયાનો સમય આપીએ છીએ એનાથી વધુ સમય નહિ મળે. પ્રિન્સિપાલ સેક્રેટરીને પણ એ જ બાબતે સુચના અપાઇ છે કે, નિર્દેશોનુ પાલન થવું જોઈએ.

એક અઠવાડિયામાં કામગીરી દેખાવી જોઈએ તો આ તરફ એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી છે કે, પ્રિન્સિપાલ સેક્રેટરી કક્ષાએ રોજીંદી મિટિંગ થશે અને કાયદાની મર્યાદામાં રહીને કરાતી કામગીરીનો રોજીંદો રિપોર્ટ તૈયાર કરાશે. વાસ્તવિક રીતે કાયદાની મર્યાદામાં જે પણ કડક પગલાં લેવાના થાય છે તે તમામ પગલાં લેવાશે તેવી એડવોકેટ જનરલ કોર્ટને ખાતરી આપી છે. ત્યારે રાજ્ય સહિત અમદાવાદની તમામ સમસ્યાઓ મુદ્દે પ્રશાસન એક અઠવાડિયામાં શું બદલાવ લાવી શકે છે તે જોવું રહ્યુ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0