મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાકાએ અંતે એસ.ટી કર્મચારીઓની માંગ સંતોષી એરિયર્સ, મોંઘવારી ભથ્થા અને HRA ની જાહેરાત કરી 

October 27, 2023

ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓ બાદ એસટીના કર્મચારીઓની ઝોળીમાં મોટી ખુશી આવી

એસટીના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે સમાધાન બેઠકમાં પડતર પ્રશ્નોનું સમાધાન થયું

ગરવી તાકાત, ગાંધીનગર તા. 27- આ દિવાળી અનેક લોકો માટે ખુશીના સમાચાર લઈને આવી છે. ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓ બાદ એસટીના કર્મચારીઓની ઝોળીમાં મોટી ખુશી આવી છે. દિવાળી પહેલા ખુશખબર એ છે કે, એસટીના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે સમાધાન થયું છે. સરકાર સાથેની બેઠકમાં પડતર પ્રશ્નોનું સમાધાન થયું છે. એસટી કર્મચારી સંગઠને બેઠક બાદ આ જાહેરાત કરી છે. વાહન વ્યવહાર મંત્રી સાથેની બેઠકમાં આ સુખદ સમાધાન આવ્યું છે. એસટી વિભાગના કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણી સરકારે સ્વીકારી લીધી છે. તેમજ પડતર એરિયર્સ, મોંઘવારી ભથ્થા અને એચઆરએ જેવા મુખ્ય ત્રણ પ્રશ્નોનાના સમાધાની સરકારે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.

ત્રણ હપ્તેમાં એરિયસર્સ ચૂકવાશે 
એસટી કર્મચારીઓની માંગણી બાદ એરિયર્સ ચૂકવવામાં સરકારે જણાવ્યું કે, ત્રણ હપ્તામાં એરિયર્સ ચૂકવાશે. દિવાળી પહેલા પ્રથમ એરિયર્સનો હપ્તો ચૂકવાશે. જેના બાદ બીજો હપ્તો ચૂકવાશે.  ST યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે. આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી મંગાશે. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગારધોરણ સહિતની બાબતો પર ચર્ચા થશે. ST કર્મચારીઓને સુધારેલા HRA નવેમ્બરથી ચૂકવાશે.

ઉલ્લેખનીય છે કે, હજી ગત સપ્ટેમ્બર મહિનામાં જ એસટી વિભાગમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. બાકી 7 ટકા ભથ્થુ ચુકવવાનો સરકારે નિર્ણય કર્યો હતો. મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો હતો અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0