ભરૂચ શહેર 461, અંકલેશ્વર 747, હાંસોટ 293, ઝગડીયા 34, વાગરા 102 એમ કુલ 1637 સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે
ગરવી તાકાત, મહેસાણા તા. 17- ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પર નજર કરીએ તો, આજે સવારથી 136 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 24 તાલુકામાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. 25 તાલુકામાં અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો છે. તો 68 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો…

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી.
ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની વિગતો જોતા ભરૂચ શહેર 461, અંકલેશ્વર 747, હાંસોટ 293, ઝગડીયા 34, વાગરા 102 એમ કુલ 1637 સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.


