શ્રીમતી એસ .બી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેંટ,  વિસનગર દ્વારા NIIT સાથે જોડાણ કરી ICICI BANK માટે પ્લેસમેન્ટનું આયોજન કરાયું

September 12, 2023

ગરવી તાકાત, મહેસાણા તા. 12-       શ્રીમતી એસ બી પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (BBA) સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે તા. ૧૨-૦૯-૨૦૨૩ ના રોજ NIIT સાથે જોડાણ કરી ICICI BANK માટે પ્લેસમેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં બી.બી.એ અને બી.કોમ ના કુલ 27 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો હતો.

આ પ્લેસમેન્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સારી કંપનીમાં નોકરીની તક આપવાનો હતો. ઇન્ટરવ્યૂ માં વિદ્યાર્થીઓનો પર્ફોમન્સ પ્રમાણે સિલેક્શન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું. આ પ્લેસમેન્ટ ડ્રાઇવ ડૉ.જયશ્રી દત્તા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

બી.બી.એ ના પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર પ્રો.સોયબખાન બલોચ અને તમામ સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ઓન કેમ્પસ પ્લેસમેન્ટ માટે બી.બી.એ ના વિદ્યાથીઓને સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી.પ્રકાશભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. પ્રૂફલકુમાર ઉદાણી એ પ્રોસાહિત કર્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0