ખેરાલુના માધુગઢ ગામે ચાલતાં જુગારધામ પરથી 7 અઠંગ ખેંલાડીઓ 3.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાં 

August 9, 2023
  • ચાલ જુગાર રમિયે, તું દાવ પર, મુક તારૂં અભિમાન , હું મારો અહમ, અને કંઇક એવા પત્તાં આપ કે આપણે બન્ને જીતી જઇએ …આ શેખચલ્લીની સપના જોતાં અઠંગ ખેલાડીઓ જુગાર છોડવા તૈયાર નથી
  • મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેરાલુ તાલુકાના માધુપુર ગામે ચાલતાં જુગારધામ પર ત્રાટકી
  • મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુગારધામ પર ત્રાટકતાં જુગારીઓ હક્કા બક્કા થઇ ગયા  

Sohan Thakor – મહેસાણા તા. 09 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેરાલુ તાલુકાના માધાગઢ ગામે જુગાર રમતાં સાત જુગારીઓને રોકડ રકમ 22,870 તથા મોબાઇલ, અને કાર મળી કુલ રુપિયા 3,37,870 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાંથી આટ આટલા જુગારીઓને ઠેર ઠેરથી પોલીસના સકંજામાં કસાતાં જાય છે તેમ છતાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી ત્યારે મહેસાણા જિલ્લામાં જુગાર રમતાં જુગારીઓેને ઝડપી પાડવા જાણે મહેસાણા જિલ્લા પોલીસતંત્રને મીશન આદર્યુ હોય તેમ સતત જુગારીઓ ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલ આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ આર. જે. ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, હકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, પીસી રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ, અજયસિંહ સહિતનો પોલીસ સ્ટાફ ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન રાજેન્દ્રસિંહ તથા અક્ષયસિંહ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખેરાલુ તાલુકાના માધાગઢ ગામની સીમમાં ઠાકોર ગમાંજી જીવણજી નામનો શખ્સ બહારથી માણસો બોલાવી પોતાન પોતાના ખેતરમાં જુગાર રમડાય છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે દરોડા દરમિયાન સાત જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમાં ઝડપાયેલા જુગારીઓ પ્લાસ્ટિકના કોઈન પર રકમ લખી તે જુગાર રમતા હોવાનું સામે આવતા પોલીસે 163 કોઈન કબ્જે કર્યા હતા. રેઇડ દરમિયાન સાત જુગારી પાસેથી 22,870 રોકડા, ગાડી , મોબાઇલ સહિત કુલ રુપિયા 3,37,870 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતાં ઝડપાયેલા જુગારીઓ

(1) ઠાકોર ગમાજી જીવણજી રહે,માધુગઢ

(2) સલાટ મુકેશભાઇ ઇન્દ્રલાલ,રહે.વડનગર

(3) પ્રજાપતિ હીરાભાઈ મોતીભાઈ,રહે.લુંણવા

(4) ઠાકોર મંગાજી સરદારજી,રહે. ડભોડા

(5) બલોચ આયુબખાણ ઇસબખાન,રહે.વડગામ

(6) મોદી દિનેશ કુમાર જયતીભાઈ,રહે.માધુગઢ

(7) સોલંકી જીવાભાઈ પરાગભાઈ,રહે. નાવીસણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0