લ્યો કરો…વાત સાયલેન્સર ચોરી કરતી ટોળકીએ માનવતાં દાખવી ઇકો કારના નવા સાયલેન્સર કાઢી જૂના સાયલેન્સર ફિટ કર્યા 

August 9, 2023

જોટાણામાં પાર્ક કરેલી ઇકો કારની ચોરી કરનાર સાયલેન્સર ટોળકી વિરુદ્ધ લાંઘણજમાં ફરિયાદ નોંધાઇ 

સાયલેન્સર ચોર ટોળકી જિલ્લામાં ફરી સક્રિય બની,  1.15 લાખની કિંમતના ઇકો કારના સાયલેન્સરની ચોરી કરી તસ્કરો રફૂચક્કર

Sohan Thakor – મહેસાણા તા. 09 – મહેસાણાના જોટાણા તાલુકામાં ઘર પાસે પાર્ક કરેલી બે ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં તસ્કરોએ ઇકો કારના સાયલેન્સર ચોરીનો કિસ્સામાં પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. સાયલેન્સર ચોર ટોળકીએ ઇકો કારમાંથી નવા સાયલેન્સર કાઢી લઇ ચોરી કર્યા બાદ જાણે તસ્કરો માનવતાંના દર્શન કરાવતાં હોય તેમ નવા સાયલેન્સર કાઢી લીધા પરંતુ જુના સાયલેન્સર કાર માલિકોને ફીટ કર્યા હતા. જેથી વાહનચાલક માલિકોને મુશ્કેલી ન પડે… લો છે ને તસ્કરોની પણ માનવતા..

મહેસાણા જિલ્લામાં સાયલેન્સરની ચોરી કરતી ટોળકી ફરી એકવાર સક્રિય થઇ છે. અગાઉ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનેકવાર સાયલન્સર ટોળકીની ઝડપી પાડ્યાં હતા ત્યારે ફરી એકવાર સાયલેન્સર ચોર ટોળકી સક્રિય બની છે જેમાં ઇકો કારના જ સાયલેન્સરની ચોરી કરવામાં આવી છે ત્યારે જોટાણા ગામે રોહિતવાસમાં રહેતા અને તલાટીની નોકરી કરતાં ધીરુભાઇ ચાવડાએ સાંજે ઘરે આવ્યા બાદ ઇકો કાર પોતાના ઘર પાસે પાર્ક કરી હતી.

આ દરમિયાન રાત્રિના સમયે આવેલા સાયલન્સર ચોર ટોળકીએ ઇકો કારનું નવુ સાયલેન્સર ચોરી કરી જુનુ સાયલેન્સર લગાવી દેવાના કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યોં હતો. જયારે ઇન્દીનગરમાં ઘર પાસે પાર્ક કરેલી ઇકો કારને પણ નિશાન બનાવી ચાવડા હાર્દિકભાઇની ઇકો કારના સાયલેન્સર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે એક જ રાતમાં બે સાયલેન્સર ચોરી થવાની ઘટના અંગે કારના માલિકોએ લાંઘણજ પોલીસ મથકે 1.15 લાખના બે સાયલેન્સરની ચોરી થયાની ફરિયાદ નોંધાવતાં લાંઘણજ પોલીસે તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0