ઊંઝાના વિશોળ ગામે અશ્વ ફાર્મ હાઉસમાં ચાલતાં જુગારધામ પર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકતાં જુગારીઓ હક્કા બક્કા થઇ ગયા
ફાર્મ હાઉસ પર જુગારીઓ રાત્રિના અંધકારમાં લાઇટ ચાલુ કરીને જુગારની મોજ માણતાં હતા
Sohan Thakor – મહેસાણા તા. 07- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંઝા તાલુકાના વિશોળ ગામે આવેલ એક ફાર્મ હાઉસની ઓરડીમાં ચાલતાં જુગારધામ ત્રાટકતાં જુગાર રમતાં ખેંલીઓ હક્કા બક્કા થઇ ગયા હતા. આ જુગારધામ પરથી કુલ રુપિયા 1 લાખ 1800ના મુદ્દામાલ સાથે છ જુગારીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ પૂરબહારમાં ફૂલીફાલી છે. ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં, મહોલ્લા શેરીઓ, ખેંતરો, ગેસ્ટહાઉસ સહિત જગ્યાઓ પર જુગારની હાટડીઓ શરુ થઇ ગઇ છે. જેને પગલે રોજબરોજ જુગાર રમતાં જુગારના ખેંલીઓને રોજબરોજ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાગેલી જુગારની હાટડીઓને ડામી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગારના ખેંલીઓના નાકમાં દમ લાવી દીધો છે.
ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ આર.જે.ધડુકના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, હકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ, અજયસિંહ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મહેસાણા રાધનપુર સર્કલ પાસે આવતાં હેકો. વિજયસિંહ તથા કિરણજીને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, ઊંઝા તાલુકાના વિશોળ ગામની સીમમાં સધી અશ્વ ફાર્મ હાઉસની ઓરડીમાં બહારથી માણસો બોલાવી પટેલ લક્ષ્મણભાઇ શંભુભાઇ રહે. વિશોળ તા. ઊંઝાવાળો જુગારધામ ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશોળના સધી અશ્વ ફાર્મમાં ત્રાટકતાં હાજર જુગારીઓમાં ભાગમ ભાગ મચી ગઇ હતી. જ્યાંથી એલસીબીએ છ જુગારીઓને રોકડ રકમ 5700, મોબાઇલ સહિત કુલ રુપિયા 1,01,830 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા.
ફાર્મ હાઉસમાંથી ચાલતાં જુગારધામ પરથી ઝડપાયેલા જુઆરી
(1) પટેલ લક્ષ્મણભાઇ શંભુભાઇ રહે. વિશોળ વાડીની પાછળ, તા. ઊંઝા
(2) ઠાકોર ચેહુજી અમરતજી રહે. રાજપુર, શંખારી રોડ, તા. પાટણ
(3) પટેલ જયેશકુમાર મણીલાલ રહે. મકતુપુર, ઉમિયા વાડી, તા. ઊંઝા
(4) પટેલ નિકેતકુમાર અમરતભાઇ રહે. વિશોળ મોટો પટેલવાસ, તા.ઊંઝા
(5) ઠાકોર જયરામજી મફાજી રહે. જુના કલાણા, ઠાકોરવાસ તા. હારીજ
(6) રાજપૂત પ્રવિણજી ચેનાજી રહે. ચંદ્રાવતી, રાજપૂતવાસ, તા. સિધ્ધપુર


