કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી, શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા ? પ્રથમ નજરે પ્રેમમાં પડેલી સુંદર યુવતિની દાસ્તાને બયા !! 

July 29, 2023

પહેલી નજરે જ તેના પ્રેમમાં પડી ગઈ તે મને ખબરજ ન પડી, મારા સપનાના તમામ રંગો વિખેરાઈ ગયા !!

ગરવી તાકાત, તા. 29 – ચોમાસાની ઋતુ જામી હતી, ચારેતરફ ખૂબજ આહલાદક વાતાવરણ હતું આકાશમાં ગરજતા વાદળો અને ભીની ભીની હવા મનને પ્રફુલ્લિત કરી જતી હતી હમણા જ વરસાદ પડ્યો હતો, મારા બેડરૂમમાંથી દુર દુર સુધીનો મસ્ત નજારો જોઈ શકાતો હતો, મને ડ્રોઈંગનો ખુબજ શોખ હતો અને રંગોને કેનવાસ ઉપર ઉતારી એક જીવંત તસ્વીર તૈયાર કરવાની મારી કળા એક ગોડ ગિફ્ટ હતી.

ફાઇન આર્ટ્સના અભ્યાસના અંતિમ વર્ષે ભણતર પૂર્ણ કરી કળાની પદવી મેળવવાનું દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય તે પૂર્ણ કરી સતત ચિત્ર પ્રદર્શનો યોજવા તેમાં સામેલ થવું અને કળાને કેનવાસ ઉપર જીવંત બનાવવી તે મારી પ્રવૃતિ હતી. પાપાના મોટા બંગલામાં મારા માટે ઉપરનો માળ ઢગલા બંધ ચિત્રોથી ભરેલો પડ્યો હતો!

બેડ ઉપર પડ્યા પડ્યા આમજ હું મોબાઈલ ઉપર આવા ડ્રોઈંગ શોધતી હતી ત્યારે એક એપ્લિકેશન પર એક યુવકને મળી. તેને જોતાં જ તુરંત જ મારું ધ્યાન તેના પર ગયું. કદાચ તે એટલા માટે કે તે પણ મારી જેમ ચિત્રોને અનહદ પ્રેમ કરતો હતો, હકીકતમાં તેણે દોરેલી તસવીરો ટાઈમલાઈન પર પોસ્ટ કરી હતી. જેથી મને તેની સાથે વાત કરવાની ઇચ્છા થઈ હતી.

મને ખુશી છે કે મને એવી કોઈ વ્યક્તિ મળી કે જે ચિત્રોને મારા જેટલો જ પ્રેમ કરે છે. આ પણ એક કારણ છે કે અમે ફ્રેન્ડ રિક્વેસ્ટથી એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું.  હું તેને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. જ્યારે અમે મળ્યા ત્યારે મેં જોયું કે તે ખૂબ જ સુંદર હતો. સાચું કહું તો હું પહેલી નજરે જ તેના પ્રેમમાં પડી ગઈ તે મને ખબરજ ન પડી. આ એક મુલાકાત પછી અમારી વચ્ચે મુલાકાતની પ્રક્રિયા શરૂ થઈ. હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.  અમારા બંનેમાં ઘણી સામ્યતાઓ હતી. અમે બંને એકબીજાની કંપનીને પસંદ કરતા હતા. મને પણ એ ગમ્યું. તે પણ મને પસંદ કરવા લાગ્યો. આ પણ એક કારણ છે કે અમારી વાતચીતના અઠવાડિયા જલ્દી જ મહિનાઓમાં ફેરવાઈ ગયા.

અમે બંને વારંવાર એકબીજા સાથે ડેટ પર જતા એટલું જ નહીં આ દરમિયાન અમે એકબીજાને કિસ પણ કરી હતી જોકે,તેણે એક બે વાર લીમીટ ક્રોસ કરવાની ટ્રાય કરી પણ ‘હમણાં’ આ બધું નહિ કરી મેં તે એવોઇડ કર્યું.

હું મારા ઘરે તેના વિશે કહેવા માંગતી હતી કારણ કે તેની પાસે ડ્રોઈંગની સારી જાણકારી હતી અને તે ફીલ્ડમાં આગળ વધવાના ચાન્સ પણ હતા અને તેના પાપનો બિઝનેસ પણ હતો ,હું પણ ખુશ હતી. અમારા બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ મને એવો આંચકો લાગ્યો કે ત્યારબાદની મારી આખી દુનિયા બદલાઈ ગઈ.

વાત જાણે એમ બની ગઈ કે તેની પાસે બે મોબાઈલ હતા તે પૈકી એક મોબાઈલ ઉપર કોઈનો ફોન આવતા તે વાત કરતા કરતા થોડે દુર ગયો અને મારી સામે પડેલા બીજા મોબાઈલમાં એક મેસેજ ટોન આવ્યો અને થોડી સહજતા સાથે ભૂલથી પણ તેના ફોન પર એક મહિલાનું નોટિફિકેશન જોઈ લીધું અને જ્યારે મેં તેને ખોલ્યું તો મહિલાએ મેસેજ કર્યો હતો કે ‘હું આવતા સપ્તાહે આવી રહી છું. ફ્લાઇટની ટીકીટ બુક થઈ ગઈ છે બાળકો પણ સાથે આવી રહયા છે તેઓ ડેડીને ખૂબ મીસ કરે છે તેથી મળવા માંગે છે આપણે પતિ-પત્ની અને બાળકો એકસાથે હોઈશું,જલ્દી મળીશું બાય.

આ મેસેજ જોતાજ મારા સપનાના તમામ રંગો અહીં વિખેરાઈ ગયા અને મારાથી થોડો મોટો પણ સુંદર અને મેચ્યોર એક કલાકાર શુ બીજા કોઈની લાગણીઓ સાથે આવી રમત રમી શકે?તે પરણિત અને બાળકોનો પિતા હોવાની વાત જાણી ખૂબજ આઘાત લાગ્યો.. તે વાત દૂર વાત કરતો રહ્યો અને હું મારી કારમાં કયારે ગોઠવાઈ અને ઘરે પહોંચી તે પણ યાદ ન રહ્યું તે પછી તેનો નંબર બ્લોક કરી તમામ રિલેશન ખત્મ કર્યા પણ સાચું કહું ખુબજ સમય નીકળી ગયો તે વાતને ભૂલતા…!!

કોઈએ સાચું જ કહ્યું છે કે અનજાને સે દિલ લગા બૈઠે હમ,ઇસ પ્યાર મેં ધોખા ખા બૈઠે હમ,ઉનસે ક્યા ગિલા કરે,અરે ભૂલ તો હમારી હી થી, જો બીના દિલવાલો સે દિલ લગા બૈઠે હમ!!

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0