બહુચરાજીના દેલવાડા ગામની સીમમાં ખેંતરમાં સંંતાડેલો 87,800નો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો 

July 29, 2023

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી શરાબના જથ્થા સાથે વેચાણ કરનાર શખ્સને ઝડપી લીધો 

મહેસાણા LCBની ટીમ રોજબરોજ દારુ જુગારના ઇમસોને ઝડપી જેલમાં ધકેલવાની સફળ કામગીરી 

Sohan Thakor- મહેસાણા તા. 29 – મહેસાણા એલસીબીની ટીમે બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની સીમમાં ખેંતરમાં વિદેશી શરાબ તથા બિયરનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરતાં શખ્સને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 87,820નો વિદેશી શરાબનો જથ્થા સાથે વેચાણ કરનાર શખ્સને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યોં હતો. જ્યારે અન્ય એક ફરાર શખ્સ સહિત બંન્ને ઇસમો વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત મોઢેરા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મહેસાણા જિલ્લામાં ચાલતી પ્રોહિબીશન તેમજ જુગારની પ્રવૃતિઓને ડામી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ આર.જે.ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબીી ટીમના પીએસઆઇ એમ.ડી.ડાભી તથા હેકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ, અજયસિંહ સહિતની સ્ટાફ મહેસાણા રાધનપુર સર્કલ નજીક આવતાં હે.કો. વિજયસિંહ તથા જયસિંહ સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે

દેલવાડા ગામની સીમમાં રહેતા દરબાર ગીતુભા ઉર્ફે સિધ્ધરાજસિંહ પ્રહેલાદસંગ રહે. દેલવાડા તા. બહુચરાજીવાળો પોતાના ખેંતરમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખી વેપાર કરે છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ દેલવાડા ગામની સીમમાં પહોંચી ખેંતરમાં સંતાડેલો વિદેશ શરાબ તથા બિયરના ટીનનો  રુપિયા 87820 કિંમતનો  તથા મોબાઇલ મળી કુલ 88,320નો મુદ્દામાલ કબજે કરી દરબાર ગીતુભા ઉર્ફે સિદ્ધરાજસિંહને ઝડપી પાડી વાઘેલા પવુભા અનુભા રહે. વડા, તા. કાંકરેજ વાળા વિરુદ્ધ મોઢેરા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0