ગરવી તાકાત, કડી તા. 28 – કડી તાલુકાના મેડા દરજ ગામ નજીક આવેલ મૈયણા ગામની સીમમાં ખેતરમાં રહેલ બંધ પાણીની કુંડીમાંથી એક બે ત્રણ નહીં પરંતુ 15 અજગરના બચ્ચા મળી આવતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. જ્યારે ગામનો યુવક ખેતરમાં ભેંસો ચાલવા માટે ગયો હતો જ્યાં પાણીની કુંડી નજીક પહોંચતા તેને જોયું હતું કે પાણીની કુંડળીમાં કંઈક સાફ જેવું ફરે છે. જે બાદ તેઓએ સાથે રહેલ મિત્રને જાણ કરી હતી અને કડીના જીવ દયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી જ્યાં ઘટના સ્થળે જીવ દયા પ્રેમીઓ પહોંચ્યા હતા અને વાઇલ્ડ લાઇફના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

કડી તાલુકાના મેડા દરજ ગામ નજીક આવેલા મૈયણા ગામની સીમમાંથી એકાએક અજગરના બચ્ચાઓ નીકળી આવતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. ગામના જોમભાઈ રબારી ના ખેતરમાં કરણ રબારી ભેંસો ચાલવા માટે ગયો હતો ત્યાં આવેલ બંધ પાણીની કુંડી નજીક પહોંચતા કંઈક સાફ જેવું તેને કુંડીમાં જોવા મળ્યું હતું જે બાદ તેઓએ તેમના મિત્રોને જાણ કરી હતી અને કડીના જીવ દયા પ્રેમી કેતન બારોટ, સંદીપ બારોટ, મિલન બારોટ ને ફોન કરીને જાણ કરતા જીવ દયા પ્રેમીઓ ગામની સીમા ખેતરમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ કુંડીમાં તપાસ કરતા તેઓને માલુમ થયું હતું કે અજગરના બચ્ચા જોવા મળ્યા હતા જે બાદ એક બાદ એક રેસ્ક્યુ કરીને અજગરના બચ્ચાઓને બહાર નીકાળવામાં આવ્યા હતા આશરે 15 જેટલા અજગરના બચ્ચા રેસ્ક્યુ કરીને બહાર નીકાળતા સમગ્ર વિસ્તારમાં ભય પસરી ગયો હતો.

કડીના મૈયણા ગામની સીમા ખેતરમાં પાણીની કુંડી માંથી અજગરના બચ્ચા જોવા મળતા જીવ દયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી ઘટના સ્થળે જીવ દયા પ્રેમીઓ પહોંચ્યા હતા અને કડી વાઈફ લાઈફના અધિકારીઓને જાણ કરાતા ઘટના સ્થળે અધિકારીઓ દોડી આવ્યા હતા જીવ દયા પ્રેમીઓની મદદથી એક બાદ એક 15 અજગરના બચ્ચા સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા થોળ અભ્યારણના આરએફઓ સ્વપ્નિલ પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે દરેક અજગરના બચ્ચાને સુરક્ષિત થોળ અભ્યારણ ખાતે છોડી મૂકવામાં આવશે અને જો ઇજાગ્રસ્ત હશે તો તેને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે.
કડીના જીવ દયા પ્રેમી કેતન બારોટ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે અમારા મિત્ર રાજુભાઈ નો ફોન આવ્યો હતો અને તેમને કહ્યું હતું કે અમારા ગામની અંદર ખેતરમાં પાણીની કુંડીમાં અજગરના બચ્ચા જેવું કંઈક જોવા મળી રહ્યું છે જે બાદ અને તેમને મને પહેલા એક વિડીયો મોકલી આપ્યો હતો અને મને માલૂમ થયું હતું કે આ અજગરના બચ્ચા જ છે.


