પ્રોહિબીશનના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને લાંઘણજ પોલીસને ઝડપી લીધો 

July 14, 2023

લાંઘણજ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહિબીશનની ફરિયાદ નોંધાઇ હતી

Sohan Thakor -મહેસાણા તા. 14- લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો અમદાવાદનો આરોપી મંડાલી પાસે આવ્યો હોવાની બાતમી મળતાં લાંંઘણજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો.

મહેસાણા જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના આપેલા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ તેમજ ના. જિલ્લા પોલીસ અધિક્ષક આર.આઇ.દેસાઇની સૂચના મુજબ ફરાર આરોપીને ઝડપી પાડવા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

જે અંતર્ગત લાંઘણજ પોલીસ મથકના પીએસઆઇ આર.જી.ચૌધરી, હે.કો.અજયસિંહ, પરેશકુમાર, સંકેતકુમાર, નરેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, લાંઘણજ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનનો ફરાર આરોપી કુરેશી બુરહાનુદીન મોહમંદયાસીન રહે. અમદાવાદવાળો મંડાલી ચોક ખાતે આવેલ હોવાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0