છેલ્લા અઢી વર્ષથી સત્તા સ્થાને બેઠેલી અશોક ચૌધરી તથા ફાલ્ગુન ચૌધરીની આણી મંડળીથી પશુપાલકો ભારે નારાજગી          

July 8, 2023

માન્યું કે દૂધ ઉત્પાદકો માનતા હતા ભૂતપૂર્વ સત્તાધીશોએ અન્યાય કર્યો છે પણ આ ભૂલ હતી

તમારા પર ભરોસો રાખીને સત્તા પરિવર્તન ડેરીમાં કર્યું હકીકતમાં દૂધ ઉત્પાદકોની આ ભૂલ હતી

અઢી વર્ષમાં જ મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને ખબર પડી ગઈ કે અશોક ચૌધરી દૂધે ધોયેલા નથી

ગરવી તાકાત, મહેસાણા તા. 8 – મહેસાણા જિલ્લાના સેંકડો દૂધ ઉત્પાદકો લાખો મેટ્રિક ટન જેટલું દૂધ દેશની આનબાન અને શાન સમાન દૂધસાગર ડેરીમાં જમા કરાવતા રહ્યા છે. જેના બદલામાં ડેરીમાં સત્તા સ્થાને બેઠેલા લોકો દૂધ ઉત્પાદકોને લાભ થાય તેવું આર્થિક વળતર આપે છે. પરંતુ ભૂતકાળમાં સત્તા સ્થાને બેઠેલા લોકો દૂધ ઉત્પાદકોને નફો નહીં પરંતુ ખોટ આપે તેવું ભંડોળ આપતા હોવાની અનુભૂતિ થતાં દૂધ ઉત્પાદકોએ સારા વેતનની આશાએ દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરી જેવા કહેવાતા ઈમાનદાર વ્યક્તિને સત્તાનું સુકાન સોંપ્યું હતું. પરંતુ દૂધ ઉત્પાદકોને ખબર નહોતી કે તેઓ જે કરી રહ્યા છે તે માત્ર મિથ્યા અનુમાન છે.

હવે જ્યારે છેલ્લા અઢી વર્ષથી અશોક ચૌધરી અને તેમની મંડળી સત્તા સ્થાને બેઠી છે ત્યારે દૂધ ઉત્પાદકોને લાગ્યું કે આપણે ખૂબ જ મોટી ભૂલ કરી નાખી છે. જે વ્યક્તિઓને આપણે ઈમાનદાર અને નિષ્ઠાવાન ગણતા હતા એ પણ દૂધે ધોયેલા ન નીકળ્યા! હવે, જ્યારે દૂધ સાગર ડેરીમાં સત્તા સ્થાને બેઠેલા લોકોની ટર્મ પૂરી થવા આવી છે ત્યારે દૂધ ઉત્પાદકોએ છેલ્લા અઢી વર્ષથી ઈમાનદારી નું ઓઢણું પહેરીને પોતાને ‘મામુ’ બનાવતાં અશોક ચૌધરી આણી મંડળીને ઘર ભેગા કરી દેવાનો મક્કમ નિર્ધાર કરી દીધો છે. આમ હવે ફરી એક વખત મહેસાણાની દૂધસાગર ડેરીમાં ‘૧૦૦ દિન સાચે એક દિન બહુ કા’ની નીતિ આગામી ચૂંટણીમાં જાેવા મળશે.

દૂધ ઉત્પાદકોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ છેલ્લા અઢી વર્ષમાં જિલ્લાના પશુપાલકોએ દૂધસાગર ડેરીના સત્તાધીશોના પાપે દૂધના પૂરતા ભાવ નહિ મળવાના કારણે પશુધનને પાળવુ પોષવું પોસાતું ના હોઈ પશુપાલનનો વ્યવસાય જ બંધ કરવાની નોબત આવી છે. જયારે જ્યારે દૂધ ઉત્પાદકોએ ડેરીના સત્તાધીશો સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે ત્યારે સત્તાધીશોએ માત્રને માત્ર લાભા લાભના ઠાલા વચનો જ આપવામાં આવ્યા છે. તાજેતરમાં પણ અમૂક દુધ મંડળીઓના હોદેદારો દુધસાગર ડેરીના સત્તાધીશોની મુલાકાતે ગયા હતા ત્યારે પણ તેઓને બહાર બેસાડી રાખીને હળહળતું અપમાન કરી દેવામાં આવતાં હવે દુધ મંડળીઓના હોદેદારો પણ આગ બબૂલા થયેલા જાેવા મળી રહ્યા છે. જેની અસર આગામી ચૂંટણીમાં નવો જ રંગ બતાવશે.

પશુપાલકોને બાપડા બિચારી કરનાર દૂધસાગર ડેરીના ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા દૂધ ઉત્પાદકો આગળ આવે

અશોક ચૌધરી અને સહયોગના ચેરમેન ફાલ્ગુન તમે ‘કોઠાની માયાજાળ’માં પશુપાલકોનું લોહી ચૂસીને બેસી ગયા છો. જેમાં તમારે વ્યાજ સહિત તેનું ઋણુ ચૂકવવું પડે તેવા દિવસો હવે દુર નથી. તમારા ભાઈબંધોના સહકારે તમે ચાર ચાર પ્રમોશનો ગેરકાયદે લઈને ડેરીમાં દાદાગીરીના દમ પર સત્તા તો મેળવી લીધી પણ હવે જિલ્લાની દુધ મંડળીઓના હોદેદારો પણ જાગી ચૂકયા છે અને તમારી બળજબરીથી ઉભી કરાયેલી ગરીમાને ગમે ત્યારે ધોબી પછડાટ આપશે ત્યારે તમને છૂપાવવા માટે એક ખૂણો પણ બન્ને જિલ્લામાંથી કયાંય નહિ મળે!

અશોક ચૌધરી તમે પણ ડેરીના સદાય હિતેચ્છુ રહેલા મોતીદાદા અને માનસિંહદાદા ના નામને કાયમ માટે ભૂંસી નાંખવાનું જે સપનું જાેઈ રહ્યા છો તે કદાપી સાકાર થાય તેમ નથી. કારણ કે આવુ નામ કરવા માટે ‘સતકર્મો’ કરવા પડે. ઈતિહાસ સાક્ષી છેકે, જેણે પણ સતકર્મ કર્યા છે તેનું નામ આજે પણ સુરજ ચાંદાની જેમ અજય રહેવા સાથે સિતારાની જેમ ચમકતું હોય છે. પરંતુ કુકર્મોની માનસિકતા ધરાવતા તક સાધુઓના નામ પલભરમાં ભૂંસાયા છે એટલે દુધસાગર ડેરીમાં પશુપાલકોના હિતની વાત કરીને પોતાના ઘર ભરી જનારાઓના નામ ‘નામશેષ’ થઈ જવાના આરે ઉભા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આગામી સમયમાં દુધ ઉત્પાદક પશુપાલકો આનો પરચો આપશે ત્યારે તમને તમારા જ કરેલા હૈયે વાગ્યા નો અહેસાસ થઈ જશે. જાે કે, આગામી સમયમાં મહેસાણા-પાટણ જિલ્લાના દૂધ ઉત્પાદકોએ જે મનમાં ધારી લીધુ છે તેને પાર પાડીને જ રહેશે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી.

3થી 4 પ્રમોશન મેળવી પવિત્ર દૂધના મહાસાગર સમાન દૂધસાગર ડેરીનું ધનોત પનોત કાઢવાનો પ્રયાસ કરતાં ફાલ્ગુન ચૌધરી

એક સમય દૂધસાગર ડેરીમાંથી હાંકી કઢાયેલા ફાલ્ગુન ચૌધરી આજે ડેરીના ચેરમેનના આર્શિવાદથી સહયોગના ચેરમેન પદ પર બિરાજમાન છે. તેઓ દૂધ સાગર ડેરીમાં પરિવર્તનનો પવન ફૂંકાયા બાદ ફાલ્ગુન ચૌધરી આજે સહયોગના ચેરમેન બન્યાં છે અને તેઓ દૂધ સાગર ડેરી અને સહયોગના કર્તા હર્તા બનીને રજવાડું ચલાવી રહ્યાં છે. તેઓ એક સમયે એમ કહેતા હતા કે અમે સહયોગમાં તમામ પ્રમુખો વખતનું  ઓડીટ કરાવીશું તો શું ઓડીટ કરાવ્યું ખરુ ? તો કેટલાક એવા પણ સવાલો ઉઠી રહ્યાં છે કે ફાલ્ગુનભાઇ તમે અત્યાર સુધી આ પવિત્ર દૂધના મહાસાગર સમાન  દૂધસાગર ડેરીમાં તમારા કેટલા મળતીયા ઘાલ્યાં છે.  દૂધસાગર ડેરીની નેતાગીરી કરતાં ફાલ્ગુન ચૌધરી નેતાજીના નામથી ઓળખાય છે. તો આ નેતાજીએ આજે ત્રણથી ચાર પ્રમોશન લઇને દૂધસાગર ડેરીનું ધનોત પનોત કાઢવા બેઠા હોવાના સૂર રેલાય છે. તો બીજી તરફ સહયોગના સત્તારુઢ પર આરુઢતાં ફાલ્ગુન ચૌધરીના નેતૃત્વમાં મહેસાણા શહેરના સહયોગ પાર્લરો પર રાત્રે નવ વાગ્યા બાદ દૂધ પણ મળતું નથી અરે દૂધનો તો દૂર છાશ પણ મળતી નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0