મહેસાણા દૂધ સાગર ડેરી પાસેથી વિદેશી શરાબના જથ્થા સાથે 4.86 લાખનો મુદ્દામાલ ઝડપ્યોં
ઊંઝાના વણગલા રોડ પરથી 32 હજારની કિંમતના બિયરના ટીન ઝડપાયાં
Sohan Thakor -મહેસાણા તા. 08- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા દૂધ સાગર ડેરી પાસેથી સ્વીફ્ટ કારમાંથી 76 હજારનો વિદેશી શરાબ તથા 4 લાખની સ્વીફટ કાર મળી 4.86 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે ઊંઝાના વણગલા તરફ જતાં રોડ પર ખેંતરમાં રાખેલા રુપિયા 32 હજારના બિયરના ટીન મળી કુલ રુ. 5.18 લાખની કિંમતનો વિદેશી શરાબના જથ્થા સાથે મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જિલ્લામાંથી પ્રોહિબીશનનો પ્રવૃતિઓ પર રોક લગાવવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં એલસીબી પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, આશાબેન, સાબીરખાન, સનીકુમાર, રાકેશસિંહ, ભાવિકકુમાર, પાર્થકુમાર સહિતની ટીમ ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ દિલીપસિંહ તથા રાજેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
રામોસણા બ્રિજના દૂધ સાગર ડેરી તરફના છેડેથી સ્વીફ્ટ કાર નંબર જીજે31એન-2418 માં વિદેશી શરાબનો જથ્થો ભરીને આવતી હોવાની મળેલી બાતમીના આધારે ઘટના સ્થળે પહોંચી ઉપરોક્ત નંબરવાળી સ્વીફ્ટ કાર આવતાં ઝડપી પાડી કારમાં તપાસ કરતાં તેમાંથી 1152 બોટલ કિંમત રુપિયા 76 હજાર તથા સ્વીફ્ટ કાર જેની કિંમત 4 લાખ સહિત કુલ 4.86 લાખનો મુદ્દામાલ સાથે કારમાં સવાર ઠાકોર સુરેશજી હજુરજી રહે. મોટી ભાખર, તા. દાંતીવાડા તથા વાઘેલા બચુસિંહ ઉર્ફે બચુ મહોબતસિંહ સાલસિંહ રહે. રામનગર તા. દાંતીવાડાને ઝડપી પાડ્યાં હતા.
જ્યારે એલસીબીની ટીમે વિદેશી શરાબ ઝડપી પાડવાના બીજા કિસ્સામાં એલસીબીની ટીમ કચેરીએ હાજર હતી તે દરમિયાન રાકેશસિંહ તથા ભાવિકકુમારને ખાનગી બાતમી મળી હતી કે, ઊંઝાથી દાસજ ગામ તરફ જવાના માર્ગે હીરામણી વાડીની પાછળ પટેલ બળદેવભાઇના ખેતરમાં ઠાકોર દશરથજી રુપસંગજી રહે. મલાઇ તળાવ પાસે ઊંઝા વાળાએ વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ઠાકોર દશરથજી રુપસંગજીને રહે. ઠાકોરવાસ ઊંઝા વાળા શખ્સને 111 નંગ બિયરના ટીન કિંમત રુપિયા 32,191નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.


