Sohan Thakor, મહેસાણા તા. 07- મહેસાણાના ગઢા ગામે વીજળી પડતા એક આશાસ્પદ યુવકનં મોત નિપજવાની ઘટના ગઢા ગામમાં શોકનું મોજુ પ્રસરી વર્યુ છે. આજે વહેલી સવારે કનીશ ચૌધરી નામનો સગીર યુવક ભેસોંનુું દૂધ દોવા માટે જતાં તેની પર વીજળી પડવાની દુર્ઘટના બની છે.

મહેસાણામાં છેલ્લા બે દિવસ મેંઘરાજાએ મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેંઘરાજા તૂટી પડ્યાં છે. ત્યારે ગાજવીજ સાથે વીજળી પડવાની જિલ્લામાં અનેક ઘટનાઓ બની છે. પરંતુ ખુલ્લી જગ્યામાં વીજળી પડતી હોવાના કારણે કોઇ દુર્ઘટના બનવા પામી ન હતી.
પરંતુ આજે વહેલી સવારે પડી રહેલા વીજળી સાથે પડેલા વરસાદથી મહેસાણાના ગઢા ગામનો આશાસ્પદ સગીર યુવક કનીશ ચૌધરી પોતાની ભેંસો દોહવા માટે વાડામાં ગયો હતો. આ દરમિયાન એકાએક કડાકા સાથે વીજળી ખાબકતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેને પગલે ગઢા ગામમાં શોકનું મોજુ પ્રસરી જવા પામ્યું હતું.


