સુંઢિયાના આંબાવાડીમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યોં 

June 26, 2023

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 72,800ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યોં 

Sohan Thakor – મહેસાણા તા. 26- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડનગર  તાલુકાના સુંઢીયા ગામે આંબાવાડી વિસ્તારમાં વિદેશી શરાબનું વેચાણ કરતાં શખ્સના રહેણાંક વિસ્તારમાંથી વિદેશી શરાબનું 76,321નો મુદ્દામાલ ઝડપી પાડ્યોં હતો. મહત્વનું છે કે, વિદેશી શરાબના વેચાણ પર સરકાર કડક પગલા ભરવા જઇ રહી છે.        

મહેસાણા જિલ્લા પોલીસવડાએ વિદેશી શરાબનો વેપલો કરતાં તત્વોને પકડી પાડવાની આપેલી કડક સૂચનાના આધારે મહેસાણા લોકલ  ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, આશાબેન, સાબીરખાન, રાકેશસિંહ, પાર્થકુમાર સહિત સ્ટાફ કડી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ રાજેન્દ્રસિંહ તથા દિલીપસિંહને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે,

રહે. આંબાવાડી , સુઢીંયા તા. વડનગર ખાતે ઠાકોર રઘાજી ગોકાજી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી શરાબનો  જથ્થો સંતાડી રાખ્યોં છે અને ગેરકાયદેસર રીતે વિદેશી શરાબનો વેપલો કરે છે. જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ  બ્રાન્ચની ટીમ સુઢીંયા આંબાવાડી ખાતે પહોંચી તપાસ હાથ ધરતાં 72,821ની કિંમતનો  વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યોં હતો. જ્યારે બે ફોન મળી કુલ રુપિયા 76,321નો મુદ્દામાલ કબજે કરી ઠાકોર રઘાજી ગોકાજી વિરુદ્ધ પોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0