21મી જૂને સુરત ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં યોગ નિદર્શન કરશે મહેસાણા જિલ્લાના પૂજા પટેલ
આઠ મિનિટમાં ૧૯૦ યોગાસન કરવાનો રેકોર્ડ બેચરાજી તાલુકાના અંબાલા ગામના દીકરીના નામે
વર્ષ ૨૦૦૮ થી આજ દિન સુધી છ વાર મિસ વર્લ્ડ યોગીની ૧૧૬ મેડલ્સ ૧૪૦ ટ્રોફી ૨૦૦ ઉપરાંત પ્રમાણપત્રો નેશનલ ગેમ્સમાં યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ એથલેટ પૂજા પટેલ
મહેસાણા માહિતી કચેરી: હેમલતા પારેખ તા. 19 – જૂન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઉજવાય છે અને ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે આ વાત એટલે કરું છું કે સામાન્ય ખેડૂત પિતા ચાહે તો દીકરીને આકાશે આંબી દે એટલી પ્રસિદ્ધિ અને પ્રેમ અપાવી શકે છે એનું જીવંત દાખલો છે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના અંબાલા ગામના સામાન્ય ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ …. હા બેચરાજી તાલુકાના સામાન્ય નાના ગામડામાં ખેતી કરતા ઘનશ્યામભાઈ જે પોતાની દીકરીના ગુરુ પણ છે તેમને થયું કે તેમના પૂજા અને યશ નામના બે સંતાનો છે તેમને કંઈક વિશેષ કરાવવું જોઈએ……

ઘનશ્યામભાઈએ યોગ તેમજ ભક્તિ અને ધર્મથી પ્રેરિત પોતાના બાળકોને કંઈક વિશેષ કરાવવાનું પ્રારંભ કરાવ્યું અને માત્ર આઠ વર્ષની નાની ઉંમરે પોતાની દીકરી પૂજાને પહેલાનું જે ટીવી આવતું હતું એમાં તેમને ટીવી જોઈને યોગ કરાવતા શીખવવાનું શરૂ કર્યું અને આજે વિશ્વમાં છ વાર મિસ વર્લ્ડ યોગીની નું બિરૂદ મેળવનાર, ૧૧૬ થી વધારે મેડલ્સ મેળવનાર તેમજ ૧૪૦ ટ્રોફી અને ૨૦૦ ઉપરાંત પ્રમાણપત્ર મેળવનાર યોગીની પૂજા પટેલ આઠ મિનિટમાં ૧૯૦ જેટલા યોગાસનો કરી શકે છે. તેની નોંધ નજીકના સમયમાં વર્લ્ડ ગિનિઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાનાર છે એમ ગૌરવભેર જણાવે છે ઘનશ્યામભાઈ પટેલ….. ૨૧મી જુને સુરત ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં પૂજા પટેલ પણ યોગ નિદર્શન કરશે. પોતાની આ સિદ્ધિ અને પ્રતિભાનો યશ પૂજાબેન પટેલ પોતાના ખેડૂત પિતા અને ગુરુ ઘનશ્યામભાઈને તો આપે જ છે પણ આ સાથે તેમને આ મુકામ પર પહોંચાડનારા ઘણા લોકોને સફળતાના યશભાગી ગણાવે છે. વર્ષ ૨૦૦૮માં જાહેરમાં યોગ કર્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રારંભ કરાયેલા ખેલ મહાકુંભ તેમની આવડત અને ઈચ્છાને આકાશ આપનારો અવસર બન્યો….
સ્વર્ણિમ ખેલ મહાકુંભ ૨૦૧૦ના પ્રારંભથી યોગ માટેના તેમના પ્રેમને વિશ્વ ફલક મળ્યું અને તેમની પ્રતિભાને પારખનારા ગોસ્વામી રાજેશગીરી, વરુણ ભાઈ પટેલ, ડો.આર .જે. જાડેજા, ડો. હર્ષદભાઈ સોલંકી, ડોક્ટર ભાનુપ્રસાદ પટેલ, સંતોષભાઈ કામદાર , ડાહ્યા ભાઈ વૈદ્ય તેમજ કડીમાં રહેવા આવ્યા બાદ સંસ્કાર કન્યા વિદ્યાલય મેઘનામાં ધોરણ સાતમાં પ્રવેશ બાદ પટેલ વાસુદેવ દાદાએ દત્તક લીધા તેમજ પટેલ મનસુખ દાદાએ તેમને વિશ્વમાં યોગ કરવા માટે પ્રોત્સાહન અને સંપૂર્ણ ટેકો આપ્યો. કમલેશભાઈ પટેલ, તેમજ કોરોનાના સમયમાં બધાને યોગથી સ્વાસ્થ્ય કરવા તેમજ મોટીવેશન કરવા માટે રાજ્ય સરકાર તરફથી ૨૧ દિવસનો કોચિંગ કેમ્પ અડાલજ ખાતે કરવામાં આવ્યો ત્યારે ડાયરેક્ટર ઉમંગભાઈ અને દિવ્યાબેન ડોન,અમિતભાઈ ચોક્સી, દિવ્યેશભાઈ વગેરે સાથ આપી યોગ ભગાડે રોગને સાર્થક કરવામાં સંપૂર્ણ સહયોગ કર્યો…..
દર ચાર વર્ષે યોજાતી નેશનલ ગેમ્સમાં ગત વર્ષે યોજાયેલી ૩૬મી નેશનલ ગેમ્સમાં ટ્રેડિશનલ યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ એથ્લેટ બનેલા પૂજાબેનને બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત થયા હતા… વિશ્વમાં યોગનો ડંકો વગાડનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો આભાર માનતા તેમના પિતા ઘનશ્યામભાઈ અને પૂજાબેન યોગને માનવ કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ માને છે અને ભારતીય સંસ્કૃતિને યોગ દ્વારા ઘેર ઘેર પહોંચાડવાના વડાપ્રધાનશ્રીના પ્રયત્નને આગળ ધપાવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.


