વાવાઝોડાથી ગુજરાતમાં કુલ 3207થી વધુ પશુઓના મોત થયા

June 19, 2023

ગુજરાતમાં દૂધાળા પશુની 30 હજાર સહાય અપાશે

171 ગાય અને 166 ભેંસોના વાવાઝોડાને કારણે મૃત્યુ થયા છે

53 હજાર હેક્ટરમાં નુકશાન 14,887 ફળના વૃક્ષો નાશ થયા

82 હજાર બાગાયતી પાકો માથી 53 હજાર હેક્ટરમા નુકશાન થયું છે 

ગરવી તાકાત, ગાંધીનગર,તા.19- બોપોરજાેય વાવાઝોડા પછી ગાંધીનગર ખાતે પ્રથમવાર મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બિપોરજાેય વાવાઝોડા સમય કેન્દ્ર સરકારના માર્ગદર્શન અને મુખ્યમંત્રીની સુચનાથી રાજ્યમાં ખૂબ સરસ તમામે કામગીરી કરી છે અને આ પરિસ્થિત પહોંચી વળ્યા છીએ.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત પસાર થઈ ચૂકી છે અને ૬ તારીખથી વાવાઝોડાની જાણકારી મળ્યાથી તંત્ર અલર્ટ થયુ હતુ તેમજ વાવાઝોડાની માહિતી મળતાની સાથે જ જિલ્લા કક્ષાએ બેઠકો કરી હતી. ઝડપથી લોકોને બચાવવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો અને પીએમના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે સફળ કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું કે, અગાઉ વાવાઝોડાની જાણકારી મળતી ન હતી અને હવે ટેક્નોલોજીને કારણે આવનારી આફતની જાણકારી મળી રહે છે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, વાવાઝોડા બાબતે હવામાન ખાતું સચોટ સાબિત થયુ છે. તેમજ જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમના પુનઃ વસવાટની કામગીરી કરી છે. પીવાના પાણી માટે પંપિંગ સ્ટેશન સુધી વીજળી પહોચાડી દીધી છે. સરકારી કચેરીઓમાં પણ ફરી વીજળી શરુ કરવામાં આવી છે અને આવતીકાલ સાંજ સુધી ૯૫ ટકા વીજળીની કામગીરી પૂર્ણ થશે તેમજ વાવાઝોડા દરમિયાન કેટલાક પશુઓના મૃત્યુ નોંધાયા છે.

તેમણે કહ્યું કે, ખેડૂતોને નુકશાન બાબતે પ્રાથમિક સર્વે થયા છે તેમજ પશુ મૃત્યુ મામલે નિયમો મુજબ પશુપાલકોને રકમ મળશે. દૂધાળા પશુ માટે ૩૦ હજાર સહાય સરકાર કરશે. તેમજ બળદ, પાડા, ઉંટ અને ઘોડા સંદર્ભે સર્વે ચાલી રહ્યો છે.  તેમણે કહ્યું કે, ખેતીવાડી વિભાગે જૂદી જૂદી ટીમ બનાવીને પ્રાથમિક સર્વે કરી રહી છે. વાવાઝોડાના કારણે કુલ ૩૨૦૭ પશુઓના મૃત્યુ થયા છે. જેમાં ૧૭૧ ગાય અને ૧૬૬ ભેંસોના વાવાઝોડાને કારણે મૃત્યુ થયા છે. ૫૩ હજાર હેક્ટરમાં નુકશાન ૧૪,૮૮૭ ફળના વૃક્ષો નાશ થયા તેમજ ૮૨ હજાર બાગાયતી પાકો માથી ૫૩ હજાર હેક્ટરમા નુકશાન થયું છે.  તેમણે કહ્યું કે, બાગાયતી પાકો બાબતે એસડીઆરએફના નિયમ ઉપરાંત વધારાની સહાય માટે ચર્ચા થશે.

ઋષિકેશ પટેલે કહ્યું કે, વધારાની સહાય માટે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી રાઘવજી પટેલ ચર્ચા કરશે અને કેશડોલ્સની સંપૂર્ણ કામગીરી ૫ દિવસમાં પૂર્ણ થશે. તેમણે કહ્યું કે, પીજીવીસીએલને વાવાઝોડાના કારણે ૭૮૩ કરોડનું નુકશાન થયું છે. સનાથલ બ્રીજ બાબતે ઋષિકેશ પટેલ કહ્યું કે, સનાથલ બ્રિજ મામલે તપાસ થશે અને  સ્ટેબિલીટી અને સ્ટ્રેંગ્થની તપાસ થઈ રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0