શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત મેવડ કિસાનભારતી વિદ્યાસંકુલમાં આંતરાષ્ટ્રીય સંસ્થા ETS દ્વારા TOFEL અને GREના પરીક્ષા કેન્દ્રનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો 

June 13, 2023

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે ઉદ્દઘાટન સમારોહ યોજાયો 

મેવડની કિસાન ભારતી વિદ્યાસંકુલને આંતરાષ્ટ્રીય સંસ્થા ETS દ્વારા TOFEL અને GREના પરીક્ષા કેન્દ્રની મંજુરી અપાઇ 

ગ્રીન હાયડ્રોજનનું હબ ભારત બનવાનું છે અને તેમાં પણ ગુજરાત અને ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત બનવાનું છે – શંકરભાઇ ચૌધરી 

(સ્પેશિયલ રીપોર્ટ- પ્રકાશ ચૌધરી તથા ઇ. ના.માહિતી નિયામક નરેન્દ્ર પંડ્યાં- મહેસાણા- તા. 13)-  અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત મેવડ કિસાનભારતી વિદ્યાસંકુલમાં આંતરાષ્ટ્રીય સંસ્થા ETS દ્વારા TOFEL અને GREના પરીક્ષા કેન્દ્ર મંજુર આપવામાં આવી છે.  વિદેશમાં અભ્યાસ તેમજ વ્યવસાય કરવા માટે ફરજિયાત રીતે પાસ કરવી પડતી આ પરીક્ષાના કેન્દ્ર અને કોચિંગની સગવડ મેવડની કિસાનભારતી વિદ્યાસંકુલમાં શરુ થઇ રહી છે. મેવડ તેમજ સમગ્ર અખિલ આંજણા સમાટ માટે ગૌરવની વાત છે. આ પરિક્ષા કેન્દ્રના ઉદ્દઘાટન સમારંભ પ્રસંગે અમેરિકન ડેલીગેશન સાથે ઉપસ્થિત રહી ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનવા માટે આજે તા. ૧૩-૦૬-૨૦૨૩ના રોજ સાંજે ૪-૩૦  વાગે સ્વ. બહેચરભાઇ બી.ચૌધરી સાંસ્કૃતિક હોલ, કિસાનભારતી વિદ્યાસંકુલ મું. મેવડ ખાતે સમારંભ યોજાયો હતો. સમારંભના અધ્યક્ષ તેમજ ઉદ્દઘાટકપદે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. શ્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. આ પ્રસંગે સમગ્ર આંજણા ચૌધરી સમાજના આગેવાનો, હોદ્દેદારો, તેમજ મેવડ, પુનાસણ, બોરીયાવી સહિત સમાજના ભાઇ બહેનોનો મેવડના આંગણે ઉમટ્યાં હતા.

અખિલ આંજણા કેળવણી મંડળ મેવડ સંચાલિત કિસાન ભારતી વિદ્યાસંકુલમાં આંતરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ETS દ્વારા TOFEL અને GREના પરીક્ષા કેન્દ્વ તથા કોચિંગની મંજુરી આપવામાં આવતાં હવે આ સંસ્થામાં અખિલ આંજણા સમાજના કોઇપણ વિદ્યાર્થીઓને કે વિદેશ જવા ઇચ્છુકને વિદેશી જવા માટે ફરજિયાત આપવી પડતી પરીક્ષાનું શિક્ષણ મેવડ ખાતેની આ સંસ્થા કિસાન ભારતી વિદ્યાસંકુલમાં સરળતાથી મળી રહેશે. કિસાન ભારતી સંસ્થામાં હવે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાંથી આ સંસ્થામાં કોચિંગ પણ કરી શકાશે અને પરીક્ષા કેન્દ્રની પણ આંતરાષ્ટ્રીય સંસ્થા દ્વારા આપવામાં આવેલી મંજુરી તમામ વિદ્યાર્થીઓ તેમજ વિદેશ જવા ઇચ્છુક માટે લાભદાયક નીવડશે. ત્યારે મેવડની આ કિસાન ભારતી વિદ્યાસંકુલમાં આંતરાષ્ટ્રીય કક્ષાએથી આપવામાં આવેલી આ મંજુરી સમગ્ર આંજણા ચૌધરી સમાજ માટે ગૌરવ બન્યું છે. આ શુભ અને ગૌરવવંતા પ્રસંગે સ્વરુચી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે કારકિર્દી માટે ઉત્તમ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરાઇ છે. આવનાર સમયમાં આ સંસ્થા થકી અનેક યુવાનોના સ્વપન સાકાર થવાના છે તેમ જણાવી તેમણે વિધાસંકુલના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

મહત્વની બાબત છે કે, વિદેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે ત્યારે હવે વિદેશમાં જવાની આ દોડમાં હવે આંજણા ચૌધરી સમાજે પણ હરણફાળ ભરી છે. આંજણા ચૌધરી સમાજમાંથી સમગ્ર ગુજરાત સહિત દેશમાંથી મોટી સંખ્યામાં સમાજના યુવક યુવતિઓ વડીલો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા સહિતના દેશોમાં વસવાટ કરે છે. ત્યારે મેવડની કિસાન ભારતી વિદ્યા સંકુલને વિદેશમાં જવા માટે ફરજિયાત કરવી પડતી પરીક્ષા કેન્દ્રની તેમજ કોચિંગની સંમતિ આંતરાષ્ટ્રીય સંસ્થા ETS દ્વારા આપવામાં આવતાં વિદેશમાં જવાની હરણફાળ દોટ વધુ વેગવંતી બનશે.

અખિલ આંજણા કેળવણી મંડલ સંચાલિત કિસાનભારતી વિદ્યાસંકુલમાં હવે આંતરાષ્ટ્રીય સંસ્થા દ્વારા વિદેશી જવા માટે ચાલતું ફરજિયાત પરીક્ષા કેન્દ્ર તેમજ કોચિંગને માન્યતા પ્રાપ્ત થવાના આ ગૌરવવંતા પ્રસંગે મુખ્ય મહેમાન પદે રાજ્યસભાના સાંસદ શ્રી જુગલસિંહ લોખંડવાલા, મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઇ ચૌધરી, બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી રોહિતભાઇ દેસાઇ, ગુજરાત રાજ્ય ખેતી બેંકના પૂર્વ ચેરમેન શ્રી ધીરેનભાઇ ચૌધરી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડેકેટ સભ્ય શ્રી દિલિપભાઇ ચૌધરી, દૂધ સાગર ડેરીના ડિરેકટર શ્રી કનુભાઇ ચૌધરી, બારગોળ ચૌધરી સમાજના પ્રમુખ શ્રી ડાહ્યાભાઇ પી.ચૌધરી તથા ગોવિંદભાઇ ચૌધરી મેવડ પૂર્વ પ્રમુખ બાર ગોળ ચૌધરી સમાજ, નાનજીભાઇ ચૌધરી મેવડ, આંજણા યુવક મંડળના પ્રમુખશ્રી તરૂણભાઇ ચૌધરી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

ગાંધીજીની પ્રેરણાથી આપણા વડીલોએ બુનિયાદી શિક્ષણની શરૂઆત આ સંસ્થા ખાતે કરી હતી – વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી 

મહેસાણાના મેવડ ખાતે શ્રી અખીલ આંજણા કેળવણી મંડળ સંચાલિત કિશાન ભારતી વિધાસંકુલના ઉદ્દઘાટન સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ગાંધીજીની પ્રેરણાથી આપણા વડીલોએ બુનિયાદી શિક્ષણની શરૂઆત આ સંસ્થા ખાતે કરી હતી. આજે સમયની માંગ સાથે આ સંસ્થા બુનયાદી-બેઝીકથી લઈને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી સુધી પોહંચી છે. આ અવસરે વિધાનસભા અધ્યક્ષે ઉમેર્યું હતું કે,આ સેન્ટર શરૂ થવાથી ઉત્તર ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને લાભ થશે. અહીંથી પ્રમાણિક વિદ્યાર્થીઓ તૈયાર થશે અને તેઓ કૌશલીકૃત પણ હશે. આપણે એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે પ્રમાણિકતાનાં પાયા પર બનેલી ઈમારત ક્યારેય પડતી નથી. આ વેળાએ વિધાનસભા અધ્યક્ષેએ પણ ઉમેર્યું કે,આવનારો સમય એ ગ્રીન હાયડ્રોજનનો છે. જે આવનારા સમયમાં દુનિયાની ઇકોનોમીને બદલી દેવાનો છે. ગ્રીન હાયડ્રોજનનું હબ ભારત બનવાનું છે અને તેમાં પણ ગુજરાત અને ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત બનવાનું છે.

બનાસકાંઠાનાં રણથી લઈને સમુદ્ર સુધીનો લાખો હેકટરનાં પટ્ટામાં તેનું નિર્માણ કાર્ય થવાનું છે. જેના થકી અનેક યુવાઓને રોજગારી મળશે અને રશિયા તથા આરબ દેશો પર ખનીજ તેલનો આધાર રાખવો પડતો હતો એ નહિ રાખવો પડે.ગ્રીન હાયડ્રોજનનું હબ ભારતને સમયાનુંકુલ ટ્રીલીયનની ઇકોનોમીથી પણ આગળ લઇ જશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ઉમેર્યું હતું કે સંસ્થા દ્વારા સમયાનુકલીન અભ્યાસનો સતત સમાવેશ કરવો જોઇએ સમયની માંગ પ્રમાણે ગોબર ગેસની બાબતમાં આગામી સમયમાં મોટો બદલાવ આવાવનો છે.ખેડુતોને દૂધના ભાવ સાથે ગાયના ઝરણ અને ગોબરનું પણ વળતર મળશે તેવું આયોજન થવાનું છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ઉમેર્યું હતું કે પરાપકારનું કામ કરતા બીજાની ભલાઇ માટે કામ કરીએ તેની ચિંતા પરમાત્મા કરે છે. સંસ્થાના હોદ્દેદારો દ્વારા સમાજની ચિંતા કરી પરોપકારનો ભાવ ઉજ્વળ કર્યો છે ત્યારે જીવનમાં પ્રમાણિકતા એ સાચી નિતી છે અને નિતીથી આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઇએ

સંસ્થાના પ્રમુખ ધીરેનભાઇ ચૌધરીએ સંસ્થા દ્વારા થયેલ પ્રગતિનો ચિતાર સમાજ સમક્ષ રજૂ કર્યો હતો

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ધીરેનભાઇ ચૌધરીએ સંસ્થા દ્વારા થયેલ પ્રગતિનો ચિતાર સમાજ સમક્ષ રજૂ કર્યો હતો
આ પ્રસંગે સંસ્થાને રૂ 81 લાખનું માતબર દાન આપનાર પ્રમુખ ગ્રુપના કનુંભાઇ દેસાઇનું સન્માન કરાયું હતું.
પરીક્ષા કેન્દ્રના ઉદ્દઘાટન સમારોહમાં ધારાસભ્ય સુખાજી ઠાકોર, દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી,સંસ્થાના પ્રમુખ ધીરેનભાઇ ચૌધરી,હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર રોહિતભાઇ દેસાઇ.,સાર્વજનિક વિધાલયના દિલીપભાઇ ચૌધરી સહિત ચૌધરી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કનુભાઇ ચૌધરીએ પોતાની દાનવીરતાનું ભામાશારૂપી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું

મહેસાણા દૂધસાગર ડેરીના ડિરેક્ટર તેમજ ગાંધીનગર પ્રમુખ ગ્રુપના કનુભાઇ ચૌધરી દગાવાડીયાએ મેવડ કિસાન ભારતી વિદ્યાસંકુલની શૈક્ષણિક સંસ્થામાં જ્યાં છાત્રોના જીવનના ઉજ્જવળ ઘડતરનું નિર્માણ થાય છે તેવી આ કિસાન ભારતી સંસ્થામાં ધીરેનભાઇ ચૌધરીના શબ્દોમાં વર્ણન કરીએ તો રૂા. ૮૧ લાખનું માતબાર દાન આપી સમારંભમાં પધારેલા કનુભાઇ ચૌધરીએ પોતાની દાનવીરતાનું ભામાશારૂપી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. છાત્રોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફાળવેલું દાન છાત્રોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવે છે તેવા ઉમદા હેતુને લક્ષમાં રાખી કનુભાઇ ચૌધરીએ પોતાની દાનવીરતા દર્શન થયા હતા અને ખરેખર કિસાન ભારતી માટે ભામાશા બનીને આવ્યાં હતા.

 

કિસાન ભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અમારા ગરવી તાકાતના તંત્રીશ્રી પ્રકાશભાઇ ચૌધરીના કલમે

શરુઆતના છ દાયકા અગાઉ પુનાસણના વતની તેમજ ગાંધીવાદી વિચારધારા ધરાવતાં સ્વ. બેચરભાઇ બદસંગભાઇ ચૌધરીની દીર્ધદ્રષ્ટીથી મેવડ કિસાન ભારતી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય તેમજ કન્યા વિદ્યાલય સંસ્થા માટે 30 વિઘા જમીન સરકાર પાસેથી ગ્રાન્ટેડ કરાવી હતી અને તેમાં કિસાન ભારતી ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દીર્ધદ્રષ્ટા બેચરભાઇ સાહેબની પ્રેરણાથી આજુબાજુના વિદ્યાર્થીઓ ખેતીવાડી સ્કૂલમાં અભ્યાસ કરીને સરકારી નોકરીઓ મેળવી છે જેથી અત્યારના તેમના સંતાનો પણ આ સ્કૂલમાં અભ્યાસ કરી પોતાની કારકિર્દી ઉજ્જવળ કરી રહ્યાં છે. આ સ્કૂલમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ મોટા અધિકારીઓ પણ બની ચૂક્યા છે અને પોતાના ભણતરનું ઋણ ચૂકવવા અત્યારે વિકાસની હરણફાળ ભરી રહેલી કિસાન ભારતી વિદ્યા સંકુલમાં પોતાની યથાશકિત દાનની સરવાણી પણ વહાવી રહ્યાં છે. ત્યારે આ સ્કૂલના ભૂતકાળમાં જઇએ તો સ્વ. બેચરભાઇએ આ સંસ્થામાં માટે પોતાનું જીવન સમર્પણ કરી દીધું હતું. ગાંધીવાદી વિચારધારા ધરાવતાં બેચરભાઇ શરુઆતના દિવસોમાં વિદ્યાર્થીઓ માટે ઘરેથી દૂધ અને છાશની બરણી પોતાના માથે ઉપાડી લઇ જતાં હતા પોતે જાતે કિસાન ભારતી સંસ્થાની આ જમીનમા હળ ચલાવતાં હતા. તેમની યાદગીરીના સંસ્મરણોમાં તેમના પૌત્ર શૈલેષભાઇ દિલિપભાઇ ચૌધરીએ આ બીબીસી હોલમાં અમૂલ્ય ફાળો આપી તેમનું નામ અમર રાખ્યું છે. ખરેખર બેચરભાઇ સાહેબ માટે જેટલા પણ શબ્દોમાં તેમના ગુણગાનના વર્ણન કરીએ તો પણ ખૂટી પડેે તેમ છે.  વિધાનસભા અદ્યક્ષ શંકરભાઇ ચૌધરીના શબ્દોમાં વર્ણન કરીએ તો આપણા વડીલોએ જે સંસ્થા ઉભી કરેલ છે તેનું અત્યારે યુવાન પ્રમુખ ધીરેનભાઇ ચૌધરી જે વિકાસ કરી રહ્યાં છે તે ખરેખર પ્રશસનિયને પાત્ર છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0