અંબાજી, ગિરનાર, પાવાગઢ સહિતના સ્થળો પર રોપ – વે બંધ કરી દેવામાં આવ્યાં
દરિયા કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડું તહેલકો મચાવી રહ્યું છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 13 – ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈ રેલવે સેવા બાદ હવે યાત્રાધામોની રોપ-વે સેવા પણ પ્રભાવિત થઈ છે. તંત્ર દ્વારા પાવાગઢ, ગિરનાર અને અંબાજીના ગબ્બર પર્વત પરની રોપ-વે સેવા ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પવનની ઝડપ વધીને 35થી 45 કિમી પ્રતિકલાક હોય ત્યાં સુધી રોપ-વે સેવા કાર્યરત રહે છે, પરંતુ હાલમાં રાજ્યમાં વાતાવરણની બદલાતી સ્થિતી પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં પવન 45 કિમી પ્રતિકલાકથી ઝડપે ફૂંકાઈ રહ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયા કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડું તહેલકો મચાવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખાસ દ્રારકા, કચ્છ, પોરબંદર, જામનગર, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અસર જોવા મળી રહી છે. જેમાં ખાસ, કચ્છના જખૌ ખાતે આ વાવાઝોડું ટકરાવવાની પણ આગાહી કરવામાં આવી છે. તેવામાં અમરેલી જિલ્લામાં પણ આ વાવાઝોડાની સામાન્યથી ભારે અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત, ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું અતિ ગંભીરરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવામાં પોરબંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર ખડે પગે છે અને ઓછામાં ઓછો નુકસાન પહોંચે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરિયાકિનારે 10 નંબર સુધીના સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

ભારે પવનની સાથે વરસાદ વરસતા ઉના શહેરમાં વેરાવળ રોડ પર એક તાડનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. રસ્તા પરથી બાઈક પસાર થઈ રહેલ ત્યારે તાડનું ઝાડ બાઈક ઉપર ધરાશાયી થતાં બાઈક પર સવાર રાણવશી ગામના ઓઘડભાઈ નાનુભાઈ પામક તેમજ ગીતાબેન ઓઘડભાઇ પામક બંન્ને દંપતીને માથાના ભાગે ગાલ તેમજ હાથના ભાગે ઈજા પહોંચી હતી. ઈમરજન્સી 108 ને જાણ કરતા ઇએમટી ધવલ ભટ્ટ,પાયલોટ અશ્વિન ચાવડા ઘટના સ્થળે દોડી જઈ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.

અમરેલી જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર અંધરાધાર વરસાદ પડ્યો છે. નદીમાં સીઝનનું પ્રથમ પૂર આવ્યું છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીરના તાતણીયા, નાનીધારી , નાના વિસાવદર , લાસા , ધાવડીયા સહિતના ગામોમાં અંધરાધાર પવન સાથે વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજાશાહી વખતનું છેવડા વિસ્તારમાં આવેલા સૈયદ રાજપરા બંદર 500થી વધુ લોકો આ વિસ્તારના માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. આ ગામ દરિયા કિનારે આવેલું છે. અહીંયા દરિયામાં વર્ષો જૂની પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હતી. દરિયા કિનારે મોજા ઉઠતા પાણી ગામમાં ઘૂસી ન જાય તેવા હેતું સાથે બનાવવામાં આવી હતી. 150 મીટર લંબાઈ ધરાવતી આ પ્રોટેક્શન દીવાલ સમય જતા મોજાની થપાટના કારણે સંપૂર્ણ તૂટી ગઈ હતી. આથી, માછીમાર પરિવારના રહેણાકીય વિસ્તારમાં દરિયાનું પાણી ઘૂસવાથી ભારે નુકસાની વેઠવી પડે છે.

તૌકતે વાવાઝોડાના કારણે દીવાલમાં વધુ ગાબડા પડ્યા હતા અને પાણી ગામમાં ઘૂસી જતા 10 જેટલા મકાનો તૂટી જતા માછીમારોનો આશરો છીનવાઈ ગયો હતો. જોકે, કોઈ મોટી જાનહાની થઈ નહોતી. આ પ્રોટેક્શન દીવાલ બનાવવા સૈયદ રાજપરા બંદરની ગ્રામ પંચાયત સરપંચ તેમજ ગામનો વોટ એસોસિએશન અને રાજકીય આગ્રહણ્યો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનું કાર્યવાહી કરવામાં ન આવી નથી.

હાલ આ વિસ્તારની અંદર દરિયાના મોજા ઉછળી રહ્યા છે, દરિયો હાઈ લાઈટ બન્યો છે અને પ્રોટેક્શન દીવાલમાંથી ગાબડા પડવાના કારણે દરિયાનું પાણી વિસ્તારોમાં ઘર સુધી ઘૂસવા લાગ્યું છે. રાજપરા બંદરના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા 6 તારીખના રોજ વાવાઝોડું આવવાનું હોવાને કારણે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી હતી. સૈયદ રાજપરાના બંદરના આગેવાનના પંચાયતો સેવાના સભ્ય પ્રકાશભાઈ જણાવ્યું હતું કે, મોજાની થપાટના કારણે દીવાલોમાં ગામડા ફરવાના કારણે દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા છે.

સ્થાનિક મહિલા બબીબેન ભીલ તેમજ લુછીબેન દ્વારા વાવાઝોડું ફૂંકાય તો અનેક પરિવારો પર જોખમ મંડાઇ અને ફેશિંગ બોર્ડ તેમજ સાધનો બચાવવા મુશ્કેલ બની જાય તેવું જણાવી રહ્યા છે આ સાથે તૌકતે વાવાઝોડા સમયે સર્જાયેલી પરિસ્થિતિ વર્ણવી હતી અને આ પ્રોટેક્શન દીવાલમાં પડેલા ગામડાના કારણે દરિયાના પાણી ઘર સુધી ઘુસવા લાગ્યા છે.