મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફતેપુરા સર્કલ પાસેથી ચોરીના ફરમાં વેચવા જતાં બેને ઝડપી લીધા
ભાન્ડુ રણછોડપુરા પાસે આવેલા ગોડાઉનમાંથી અવાર નવાર લોખંડના ફર્માની ચોરી કરતાં હતા
ઉનાવાના બે શખ્સો ચોરી કરેલા ફર્મા મહેસાણા ખાતે વેચવા આવી રહ્યાં હતા
Sohan Thakor- મહેસાણા તા. 13- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા ફતેપુરા સર્કલ પાસેથી પસાર થતાં છોટા હાથીને અટકાવી તેમાં તપાસ કરતાં લોખંડના ફરમાં છોટા હાથીમાં ભરેલા હતા. જે ધાબા ભરવાના લોખંડના ફર્મા ભાન્ડુ રણછોડપુરા પાસે આવેલા ગોડાઉનમાંથી અવાર નવાર ચોરી કરીને વેચતાં હોવાનો ખુલાસો થયો હતો. એલસીબીએ ઉનાવાના આ બંન્ને શખ્સોને ઝડપી છોટા હાથી સહિત કુલ 1,61,580નો મુદ્દામાલ કબજે કરી આ ચોરીમાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના નિર્દેશ મુજબ મહેસાણા જિલ્લામાં નાસતાં ફરતાં તેમજ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી ટીમના PSI શ્રી એમ.ડી.ડાભી તથા HC વિજયસિંહ, કિરણજી ,લાલાજી, રમેશભાઇ તથા PC રાજેન્દ્રસિંહ, જયસિહ ,અક્ષયસિંહ, જસ્મીનકુમાર, આકાશકુમાર, અજયવસિંહ સહિતનો એલસીબી સ્ટાફ કચેરીએ હાજર હતા તે દરમિયાન વિજયસિંહ તથા રાજેન્દ્રસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, બે શખ્સો જીજે01-સીવી 0824 નંબરના છોટા હાથીમાં ધાબા ભરવાના લોખંડના ફરમા ભરીને ઉનાવા તરફથી મહેસાણા તરફ આવી રહ્યાં છે. આ છોટા હાથીમાં ભરેલા લોખંડના ફરમાં ચોરીની હોવાના શંકા છે. જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા ફતેપુરા સર્કલ પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન ઉપરોક્ત નંબર વાળું છોટા હાથી આવતાં પોલીસે તેને અટકાવ્યું હતું અને તેમાં તપાસ કરતાં લોખંડના ફરમાં ભરેલા હતા. આ બાબતે પુછતાછ કરતાં બે શખ્સો ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતા અને કોઇ યોગ્ય જવાબ ન આપતાં આ ફરમાં ચોરી કે છળકપટથી લાવ્યાં હોવાથી એલસીબીએ રાજપૂત ગણપતભાઇ મુકેશભાઇ રહે. ઉનાવા, માંડવી ચોક, તા.જી. મહેસાણાવાળો તથા ઠાકોર મહેશ પ્રહલાદજી રહે. ઉનાવા, માઢીયાવાસવાળાને પકડીને વધુ પુછપરછ કરતાં બંને ચોર ઇસમોએ જણાવ્યું હતું કે, એક મહિના અગાઉ ભાન્ડુ રણછોડપુરા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાંથી અવાર નવાર લોખંડના ફરમાની ચોરી કરતાં હોવાની કબુલાત કરતાં મહેસાણા એલસીબીએ બંન્ને શખ્સો વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૮૦,૪૫૪,૪૫૭ મુજબનો ગુનો તથા સી.આર.પી.સી કલમ-૧૦૨ -૪૧(૧)ડી મુજબ અટકાયત કરી છોટા હાથી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 1,61,530નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


