મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદારધામ GPBOના ઉદ્દઘાટન સમારોહમાં 9 તારીખે હાજર રહેશે
ઉત્તર ગુજરાત ઝોન મહેસાણા આયોજિત જીપીબીઓ મેગા એક્સપો 2023નું યોજાનાર છે
ગરવી તાકાત, મહેસાણા તા. 07- સરદારધામ જીપીબીઓ ઉત્તર ગુજરાત ઝોન મહેસાણા દ્વારા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર ધામ આયોજિત મિશન 2026 અંતર્ગત એક આર્થિક ઐતિહાસિક અભિયાનના ભાગરુપે જીપીબીઓ ઉત્તર ગુજરાત ઝોન મહેસાણા આયોજિત જીપીબીઓ મેગા એક્સપો 2023નું યોજાનાર છે.

આ એખ્સપોના ઉદ્દઘાટન સમારોહમાં આગામી 9મી તારીખે ઉદ્દઘાટન સમારોહનું ઉદ્દઘાટન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, કેબીનેટમંત્રીશ્રી રાધવજીભાઇ પટેલ, મહેસાણાના સાંસદ સભ્યશ્રી શ્રીમતી શારદાબેન પટેલ, કેબીનેટમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, પ્રમુખશ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝા શ્રી બાબુભાઇ જે.પટેલ, કેબીનેટમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, કેબીનેટમંત્રીશ્રી શ્રી મુળુભાઇ બેરા, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલ, કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે હાજર રહેશે.
સરદારધામ જીપીબીઓ દ્વારા બિઝનેસમેન પોતાનો નવો ધંધો શરુ કરતાં વેપારીઓ મેઘા એક્સપોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 50 હજાર ચોરસ મીટર ફેલાયેલ છે. 1000 પ્રોડ્કટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત મહારાષ્ટ્રથી દોલ લાખ લોકો મુલાકાત લેવાના છે. 2026 મિશન નાના વેપારીઓને ધંધા વિકાસાવવા માટે ઉત્તર ગુજરાતના વેપારીઓને ફાયદો થશે. 350 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. સફળ બિઝનેસમેન દ્વારા લોકોને માર્ગદર્શન અપાશે. વેપારમાં સફળ કેવી રીતે થવાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. 51 હજાર બલૂન ઉપર બિયારણ સાથે ઉડાડાશે. મુખ્યમંત્રીના હસ્તે થનાર ઉદ્દઘાટન સમારોહમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવશે.


