ઓડિશામાં માનવતા મહેંકી ઉઠી; ટ્રેન દુર્ઘટના બાદ હજારો યુવાનોએ રક્તદાન કર્યું

June 3, 2023

2 હજારથી વધારે લોકો હોસ્પિટલમાં મદદ કરવા માટે આવી પહોંચ્યા હતા

શુક્રવારે સાંજે ભીષણ ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થઈ ગયા

જ્યારે 900થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં રક્તની ઉણપ વર્તાઇ હતી 

બાલાસોર: ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે ભીષણ ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 900થી વધારે ઘાયલ થયાં છે. દુર્ઘટના બહાનગા બજાર સ્ટેશનની નજીક થઈ છે. અહીં કોરોમંડળ એક્સપ્રેસ, યશવંતપુરા હાવડા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ બાલાસોરની જિલ્લા હોસ્પિટલમાં અને સોરો હોસ્પિટલમાં ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને ભરતી કરાવવામાં આવ્યા છે. જો કે, આ બંને હોસ્પિટલમાં ઘાયલોની વધતી સંખ્યાથી ખચાખચ ભરાઈ ગઈ હતી. બંને હોસ્પિટલમાં દરેક રુમમાં અને ગેલરીમાં પણ ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલે સ્ટાફે જણાવ્યું કે, અમે આખી રાત કામ કર્યું છે અને તમામને પ્રાથમિક ઉપચાર કર્યું છે. કટકના એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 64 ઘાયલોને રેફર કર્યા છે. હવે અમારી પાસે બેડ પર 60 દર્દી છે. અન્યને મામૂલી સર્જરી બાદ રજા આપી દેવામાં આવી છે. અહીં યુવાનોએ અમને આશ્ચર્યચકિત કરી દીધા. રક્તદાન માટે મોટી સંખ્યામાં યુવાનોએ લાંબી લાઈનો લગાવી હતી. અમે રાતભરમાં લગભગ 500 યૂનિટ બ્લડ એકત્રિત કર્યા છે. તમામનો આભાર માનીએ છીએ. આ જીવનભરનો અનુભવ છે. હવે સામાન્ય સ્થિતી છે.

તો વળી સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, પોલીસકર્મી અને સ્થાનિક લોકો આગળ આવ્યા અને સ્વેચ્છાએ બાલાસોર જિલ્લા હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં આખી રાત રક્તદાન કરતા રહ્યા. ઘાયલોની મદદ માટે રાતમાં 2000થી વધારે લોકો બાલાસોર મેડિકલ કોલેજ અને અન્ય હોસ્પિટલમાં એકઠી થઈ રક્તદાન કર્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0