કડી તાલુકા પંચાયતના પાર્કિગમાંથી ચોરી થયેલા બાઇકનો ભેદ ઉકેલતી મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ

June 3, 2023

કડી આદુદરા કેનાલ પાસેથી ચોરી કરેલું મોટર સાયકલ લઇને પસાર થતાં શખ્સને ઝડપી પાડ્યોં 

 સુરજ ગામના શખ્સે કડી તાલુકા પંચાયતના પાર્કિગમાંથી મોટર સાયકલની ચોરી કરી હતી   

Sohan Thakor -મહેસાણા તા. 03- મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ કડી પંથકમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ લઇને કડીથી આદુદરા કેનાલ તરફથી પસાર થવાનો મળેલી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે વોચ ગોઠવી ચોરીનું મોટર સાયકલ લઇને નીકળતાં શખ્સને ઝડપી લીધો હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા ચોરીના વાહનો સાથે ફરતાં શખ્સોને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, એએસઆઇ કિરીટકુમાર, નરેન્દ્રસિંહ, રશ્મેન્દ્રસિંહ, મુકેશકુમાર, જોરાજી, કાન્તીભાઇ સહિત વિવિધ ટીમો બનાવી કડી પંથકમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ નરેન્દ્રસિંહ અને હે.કો રશ્મેન્દ્રસિંહને ખાનગી રાહે માહિતી મળી હતી કે,

GJ-18-AL-12-1297 નંબરનું શંકાસ્પદ સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને એક શખ્સ કડી આદુદરા કેનાલ નજીકથી પસાર થઇ સુરજ ગામે જવાનો છે. જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ કડી આદુદરા કેનાલના માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઉપરોક્ત મોટર સાયકલ લઇને શખ્સ પસાર થતાં તેને અટકાવી નામઠામ પુછતાં શખ્સે પોતાનું નામ ઠાકોર મનુજી ઉર્ફે લાલો આતાજી રહે. સુરજ તા. કડી, જિલ્લો મહેસાણાવાળો શખ્સ હોવાનું જણાવ્યું હતું. ત્યારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મોટર સાયકલના કાગળો બતાવવાનું કહેતા કોઇ સંતોષકારક જવાબ આપ્યોં ન હતો. જ્યારે વધુ પુછપરછ દરમિયાન બાઇક ચાલક શખ્સે આખરે કબુલાત કરી હતી કે, આ મોટર સાયકલ તેને કડી તાલુકા પંચાયતના પાર્કિગમાંથી ચોરી કરી હોવાનું જણાવતાં પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મોટર સાયકલનો કબજો મેળવી આરોપીને જેલમાં ધકેલ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0