પાંચ વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો આરોપી મહેસાણા શિવાલા સર્કલથી ઝડપાયો 

June 2, 2023

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રોહિબિશનના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો 

પ્રોહિબીશનનો આરોપી શિવાલા સર્કલ પાસે ઉભો હોવાની બાતમી મળી હતી 

Sohan Thakor- મહેસાણા તા. 02- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે છેલ્લા પાંચ વર્ષથી પ્રોહિબીશનના ગુનામાં પોલીસને ચકમો આપી નાસતા ફરતાં આરોપીને મહેસાણાના શિવાલા સર્કલ પાસેથી દબોચી લીધો હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબીની ટીમના એએસઆઇ કેશરસિંહ, એએસઆઇ કાનજીભાઇ, પિયુષભાઇ, મહેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પિયુષભાઇ તથા મહેશકુમારને ખાનગી બાતમી હતી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ  સ્ટેશનમાં પ્રોહીબિશનનાના ગુન્હામાં સડોવાય આરોપી ઉપેન્દ્ર સિંહ ઉર્ફ ઉપલો મહેસાણા શિવાલા સર્કલ પાસે આવેલી સોમનાથ હોટેલ પાસે ઉભો છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી લઇ મહેસાણા તાલુકા પોલીસને સોપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0