મહેસાણા શહેર ખેડૂત તાલીમ કેન્દ્રખાતે સૌ પ્રથમવાર કેસર કેરી મહોત્સવનું આયોજન કરાયું છે
મહેસાણામા કેસર કેરીનું 40 ટન વેચાણ થયું છે, સોરઠ માં વર્ષ 2 લાખ મેટ્રીક ટન કેસર કેરી ઉત્પાદન થાય છે
ગરવી તાકાત, મહેસાણા તા. 28- મહેસાણા શહેર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સૌ પ્રથમવાર કેસર કેરી મહોત્સવનું આયોજન કર્યું છે. હાલમાં એક માસમાં મહેસાણામા કેસર કેરીનું 40 ટન વેચાણ થયું છે. જિલ્લામાં હાલ ખેડૂત તાલીમ કેન્દ્ર ,રાધનપુર રોડ સહજ ફ્લેટ નીચે વેચાણ કેન્દ્ર ચાલુ છે. અને ગ્રાહકો પાંચ અને દસ કિલોના પેકમાં બોક્સની ખરીદી કરી રહ્યા છે. 5 કિલો કેસર કેરીનો ભાવ 550 રૂપિયા અને 10 કિલોના 1100 રૂપિયા છે.

તુષાર ધામેલીયા ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની લિમિટેડ ના ડાયરેક્ટરએ જણાવ્યું કે પ્રથમ વખત મહેસાણા ખાતે કેસર કેરી મહોત્સવનું આયોજન કર્યું છે. એક માસમાં અંદાજે 40 ટન કેરીનું વેચાણ થયું છે.જિલ્લામાં હાલ ખેડૂત તાલીમ કેન્દ્ર ,રાધનપુર રોડ સહજ ફ્લેટ નીચે વેચાણ કેન્દ્ર ચાલુ છે. ગ્રાહકો પાંચ અને દસ કિલોના પેકમાં બોક્સની ખરીદી કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું કે જૂનાગઢના નવા બે 25 મેં 1934ના રોજ કેસર કેરીનું નામ કરણ કર્યું હતું.એ પહેલાં કેરી “સાલે ભાઈની આંબડી” તરીકે ઓળખાતી હતી. જ્યારે પ્રથમ તેઓના દરબારમાં કેરી પીરસાની ત્યારે નવાબ ને કેસર જેવો રંગ જણાતા તેઓએ પ્રથમ નામ” કેસર” આપ્યું ત્યારબાદ જે ” શાલે ભાઈની આંબડી કહેવાતી” એ કેરી કેસર કેરીના નામનથી પ્રચલિત બની છે. કેરીના રોપા અને કલમો શિવરાત્રીના દરમિયાન કાઠિયાવાડમાં અલગ અલગ રાજા રજવાડાએ મોકલવામાં આવી ત્યારબાદ કેસર કેરીનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે.
કાઠિયાવાડ સોરઠ વિસ્તારમાં દર વર્ષ અંદાજે બે લાખ મેટ્રિક ટન કેસર કેરી ઉત્પાદન થાય છે. જેમાં મુખ્યત્વે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અને ભાવનગરનો વિસ્તાર કેસર કેરી ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. કેસર કેરીની ખાસ માંગ ગુજરાત, મુંબઈ, દિલ્હી અને વિદેશમાં યુરોપ, ગર્લ્ફ અને અમેરિકા સારી એવી માંગ હોય છે.


