મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડી મહેસાણા તાલુકા પોલીસને સોપ્યોં
પ્રોહિબિશનના ગુનામાં પોલીસ પકડથી આરોપી નાસતો ફરતો હતો
Sohan Thakor- મહેસાણા તા. 27- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ પકડથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના આશય સાથે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા દસ મહિનાથી પ્રોહિબીશનના ગુનામાં પોલીસને ચકમો આપી નાસતાં ફરતાં આરોપીને મહેસાણા નુગર સર્કલ પાસેથી પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યોં હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ કેશરસિંહ, કાનજીભાઇ, પિયુષકુમાર, મહેશકુમાર સહિતનો સ્ટાફ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પિયુષકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિશનના ના ગુન્હનો આરોપી વાઘેલા ધવલસિંહ મહેસાણાના નૂગર સર્કલ પાસે ઉભો છે. બાતમી આધારે પોલીસે કોર્ડન કરી આરોપીને ઝડપી CRPC કલમ ક 41(1)આઈ મુજબ અટક કરી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો.


