‘‘ રાજતિલક કી કરો તૈયારી, આ ગયે હૈ ભગવાધારી ’’ના નારા સાથે અમદાવાદમાં બજરંગ સેનાની કેસરિયા ક્રાંતિ રેલી યોજાઇ

May 22, 2023

ભારતમાં કી શાન હૈ હિન્દું, ભારત કા અભિમાન હૈ હિન્દુંના નારા અમદાવાદના રાજમાર્ગો પર રેલી નીકળી 

બજરંગ સેના દ્વારા નીકળેલી ભવ્ય કેસરિયા ક્રાંતિ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયાં 

ગરવી તાકાત, અમદાવાદ તા. 22- અમદાવાદ ખાતે બજરંગ સેના દ્વારા ભવ્ય કેસરિયા ક્રાંતિ રેલીનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેસરિયા ક્રાંતિ રેલીમાં મોટી સંખ્યામાં બજરંગ સેનાના કાર્યકરો તેમજ આગેવાનો જોડાયા હતા. આ રેલીમાં કેસરિયા સાથે કારનો કાફલો તેમજ મોટર સાયકલના કાફલા સાથે નીકળેલી રેલીમાં ભારતમાં કી શાન હૈ હિન્દું, ભારત કા અભિમાન હૈ હિન્દું, રાજતિલક કી કરો તૈયારી, આ ગયે હૈ ભગવાધારીના નારાથી સમગ્ર અમદાવાદ શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યાં હતા.

હવે આગામી સમયમાં બજરંગ સેના સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વ માટેના અનેક મોટા આયોજન અને કાર્યો  કરવાની છે અને સાથે સાથે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કાર્યાલયનો પણ શુભારંભ થયો હતો તો હવે બજરંગ સેના ગુજરાત મેદાનમાં ઉતરી છે તો દરેક લોકો આ સંગઠનમાં જોડાય અને સહયોગ આપે તે માટે અનુરોધ કરવામાં આવ્યોં હતો.

આ રેલીમાં ઉપસ્થિત મહાનુભાવમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રણવીરભાઈ પટેલિયા, રાષ્ટ્રીય મહાસચિવ અશોકભાઈ શર્મા,  રાષ્ટ્રીય મહાસ સંગઠન મંત્રી  રામશંકર મિશ્રાજી,  રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ પુથ્વીરાજજી યાદવ અને ગુજરાતની ટીમમાંથી મહંત શિવાનંદજી બાપુ અને સાથે એમને સાધુ સંતોની ટીમ અને હિતેશભાઈ મોદી ગુજરાત પ્રદેશ સંવાદદાતા,  ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ જીમ્મીભાઈ હિન્દુ, કૈલાસબેન પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ, જીગ્નેશભાઈ પટોડીયા ગુજરાત પ્રદેશ મહાસચિવ, વંદનાબેન ચૌહાણ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સાથે અમદાવાદની ટીમ અને અમદાવાદ મહિલા મોરચાની ટીમ પણ સહયોગ આપી આ ભવ્ય કેસરિયા ક્રાંતિ રેલી સફળ બનાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0