ગરવી તાકાત, મહેસાણા તા. 20- મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠકમાં નાગરિક અધિકારપત્ર હેઠળની બાકી અરજી, બાકી પેન્શન કેસોના નિકાલ, બાકી. એ.જી. પેરાની પૂતર્તા, ત્રણ માસ ઉપરના પડતર કાગળો સરકારી બાકી વસુલાત તથા ખાતાકીય તપાસ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લાના અન્ય વિભાગોના પ્રશ્નો વિગેરે બાબતોની સમિક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં સર્વે અધિકારીઓને સંબોધતા પોલીસ અધિક્ષકે હતું કે પરીણામલક્ષી કામગીરી માટે હકારત્મક વલણ હોવુ જરૂરી છે. સંવેદનશીલતા પૂર્ણ કામગીરી કરવામાં આવે તો પરીણામલક્ષી નિરાકરણ આવે છે. આ બેઠકમાં પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નોનું હકારત્મક નિવારણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર,ધારાસભ્ય સર્વેશ્રી કરશનભાઇ સોલંકી,કીરીટભાઇ પટેલ,મુકેશભાઇ પટેલ,સી.જે.ચાવડા, સહિત જિલ્લાના સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


