વિજાપુરમાંથી ચોરી કરેલું બાઇક મહેસાણા વેચવા આવેલા બાઇક ચોર ઝડપાયો

May 19, 2023

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે કસ્બા વિસ્તારમાંથી વાહનચોરને ઝડપી લીધો

મોટર સાયકલ ચોર ઇસમે પુછપરછમાં  કબુલાત કરી કે આ બાઇક ચોરીનું છે  

ગરવી તાકાત, મહેસાણા  તા. 19- મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર વિવિધ ગુનાઓમાં નાસતાં ફરતાં તેમજ ચોરીના વાહનો સાથે ફરતાં શખ્સોને ઝડપી પાડવામાં આવી રહ્યાં છે જેમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મહેસાણાના એક પાર્લર પર એક ચોરી કરેલું મોટર સાયકલ વેચવા માટે ઉભો હતો જેનો પીછો કરીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મોટર સાયકલ સાથે ઇસમને ઝડપી લીધો હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ વિવિધ વણઉકલ્યાં ગુના ઉકેલવા અને ચોરીના મોટર સાયકલ પર ફરતાં શખ્સોને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, કિરીટકુમાર, નરેન્દ્રસિંહ, રશમેન્દ્રસિંહ, જયદિપસિંહ, અનિરુદ્ધ, જાેરાજી, કાન્તિભાઇ સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી મહેસાણા એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના રશ્મેન્દ્રસિંહ તથા કિરિટકુમારેને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

મહેસાણાના મિલન પાન પાર્લર પાસે એક શંકાસ્પદ ઇસમ ચોરીનું બાઇક વેચવા ઉભો છે. આ બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મિલન પાન પાર્લર પાસે પહોંચી તે દરમિયાન બાઇક ચોર ઇસમ બાઇકને લઇને કસ્બા વિસ્તાર તરફ જવા લાગતાં તેનો પીછો કરી તેને અટકાવીને તેનું નામ પુછતાં ગભરાયેલી હાલતમાં પોતે વિજાપુર તાલુકાના લોડલ ગામે વાઘરીવાસમાં રહેતો હોવાનું અને તેનું નામ વાઘરી મહેશભાઇ સોમાભાઇ જણાવ્યું હતું. જ્યારે વધુ તપાસ દરમિયાન ઝડપાયેલા શખ્સે કબુલાત કરી હતી કે આ મોટર સાયલ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી છે જેના આધારે પોલીસે મોટર સાયકલ કબજે કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0