જોટાણાના ગોવિંદવાડીની સીમમાંથી 23 લાખના મુદ્દામાલ સાથે ચાર જુગારી ઝડપાયાં

May 17, 2023

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે જોટાણા પંથકમાં ચાલતાં જુગારધામ પર ત્રાટકી 

જુગાર રમતાં નવ જુગારીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ચાર ઝડપાયાં પાંચ ભાગી છૂટ્યાં 

ગરવી તાકાત, મહેસાણા તા. 17-  જોટાણા તાલુકામાં ગોવિંદવાડી ગામની સીમમાં ખેતરની ઓરડીમાં ચાલતા જુગાર ધામ પર મહેસાણા પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમે રેઇડ પાડતાં હાજર જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે 23 લાખના મુદ્દામાલ સાથે ચાર જુગારીને ઝડપ્યાં હતા જ્યારે પાંચ ફરાર થઇ ગયા હતા. સમગ્ર રેડ દરમિયાન પોલીસે રીડક 11,650, ખુરસી નંગ 5 કિંમત 750,મોબાઈલ નંગ 4 કિંમત 25,000, વાહનો 4 કિંમત રૂ 23,10,000 મળી કુલ 23,47,400 કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, કિરિટકુમાર, જસવંતભાઇ, નરેન્દ્રસિંહ, જયદિપસિંહ, દિનેશજી, રશમેન્દ્રસિંહ, અનિરુદ્ધ, રવિકુમાર, જોરાજી, કાંતિભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના નરેન્દ્રસિંહ તથા જયદિપસિંહને બાતમી મળી હતી કે, જોટાના તાલુકાના ગોવિદ વાડી ગામની સીમમાં ગોપાલસિંહ ગણપત સિંહના ખેતરમાં બનાવેલ ઓરડીમાં અશફાક અજિત ભાઈ શેખ,પઠાણ સલીમ ખાન,યુવરાજ સિંહ ઉર્ફ મોરલી ભાથીભા સોલંકી,આરીફ ઉર્ફ બોબો ભેગા મળી જુગાર ધામ ચલાવતા હતા.જ્યાં મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાતમીના આધારે દરોડા પાડતા ભગદોડ મચી જવા પામી હતી.

રેડ દરમિયાન થયેલ તપાસમાં જાણવા મળ્યું કે જુગારીઓ પાસથી પૈસા લઇ શેખ અશરફ એ નાણાં લઇ પ્લાસ્ટિકના કોઈન જુગાર રમવા આપ્યા હતા.અને જુગાર રમવા આવતા જુગારીઓ માટે સ્પેશિયલ સી.એન.જી રીક્ષા રાખવામાં આવતી જેમાં બહારથી આવતા જુગારી આસાનીથીપત્તા ટીચવા આવી શકે. રેડ દરમિયાન જામઝાદા ઉમેદખાન દોલતખાન, પઠાણ મોહસીન ખાન,પઠાણ નસીબ ખાન સાબીરખાન,શેખ મહમદ હનીફ યુસુફ ભાઈ ઝડપી લીધા હતા. અશફાક અજિતભાઈ શેખ,પઠાણ સલીમ ખાન રહીમખાન,યુવરાજ સિંહ ઉર્ફ મોરલી ભાથીભા,આરીફ ઉર્ફ બાબો,ઝાલા ગોપાલસિંહ ગણપત સિંહ વિરુદ્ધ જુગાર ધારા એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0