બહુચરાજીમાંથી લીધેલા તેલ, પનીર અને શ્રીખંડના નમૂના લેબમાં ફેલ 

May 16, 2023

મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મહેસાણા, બેચરાજીમાંથી ત્રણ માસ અગાઉ નમૂના લીધા હતા 

સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

ગરવી તાકાત, મહેસાણા તા. 16- મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચાર માસ અગાઉ બેચરાજી,મહેસાણા અને દેદીયાસણ ખાતેથી ખાદ્ય ચીજ વસ્તુઓના નમુના લીધા હતા.જે નમુના લેબમાં મોકલતા ફેલ થયા હોવાનું સામે આવ્યું છે.જેમાં તેલ,પનીર,અને શ્રીખંડ ના નમુના લેબમાં ફેલ થતા તંત્રએ પેઢીઓના સંચાલકો સામે ફૂડ સેફટી એકટ હેઠળ કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.

મહેસાણા ફૂડ એન્ડ ટ્રક વિભાગના અધિકારી વી.જે ચૌધરીની આગેવાની હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમો દ્વારા 6 જાન્યુઆરી 2023 ના રોજ બેચરાજીના નીચલી બજાર વિસ્તારમાં આવેલ સતીશ બાબુલાલ પટેલ નામની પેઢીમાં રેડ કરી હતી. જેમાં ખેડૂત બ્રાન્ડના સોયાબીન તેલના નમૂના લીધા હતા. આ ઉપરાંત નીચલી બજારમાં જ આવેલ ઉમિયા ટ્રેડિંગ કંપનીમાં પણ તપાસ કરીને ગણપતિ બ્રાન્ડના સોયાબીન તેમના નમુના લેવાયા હતા. આ બંને બ્રાન્ડના તેલના નમુના બરોડા ખાતે આવેલ સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા હતા આ ઉપરાંત મહેસાણા ખાતે ટીમોએ પ્રહલાદભાઈ જોઇતાભાઇ પ્રજાપતિ દ્વારા સંચાલિત આશા ડેરી મોઢેશ્વરી સોસાયટી મોઢેરા રોડ ખાતે 14 ફેબ્રુઆરી 2023 ના રોજ રેડ કરીને પનીરના નમૂના લીધા હતા.

તેમજ મહેસાણા દેદિયાસણ જીઆઇડીસી ખાતે આવેલ હરિકૃષ્ણ રસ નામની પેઢીમાંથી શ્રીખંડના નમુના લીધા હતા. પનીર અને શ્રીખંડના નમુના પણ બરોડા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ઉપરોક્ત ચારેય સેમ્પલના પરિણામો રિપોર્ટ બરોડા લેબોરેટરીએ જાહેર કર્યો હતો. ચારેય સેમ્પલ નાપાસ જાહેર થતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હરકતમાં આવ્યું હતું. ત્યારે પેઢીઓના ચાર સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવવા મામલે ચારેય પેઢીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક્ઝિટિવ અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0