એસ.ટી વિભાગને તલાટીની પરિક્ષા ફળી, ગુજરાતમાં 1 કરોડ કરતાં વધુ આવક સાથે મહેસાણા એસ.ટી તંત્ર ટોપ

May 8, 2023

તલાટીની પરીક્ષામાં એસ.ટી વિભાગે એક જ દિવસમાં 10 કરોડ કરતાં વધુ આવક રળી

તલાટીની પરીક્ષામાં મહેસાણા એસ.ટી વિભાગ અવ્વલ નંબર પર રહ્યું 

સૌથી વધુ બસો દોડાવવામાં મહેસાણા જિલ્લાના એસ.ટી તંત્ર વિભાગની સક્રિય ભૂમિકા 

ગરવી તાકાત, મહેસાણા તા. 08- ગત રોજ તલાટીની પરિક્ષા હતી જેમાં સમગ્ર ગુજરાતભરના નાના મોટા ગામડાઓમાંથી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યાં હતા. 8 લાખ 64 હજાર 400 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યાં હતા. જેમાં રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ટ્રેનો દ્વારા ખાનગી વાહનો દ્વારા તેમજ એસ.ટી ની મુસાફરી કરી પરીક્ષાર્થીઓ પહોચ્યાં હતા. જેમાં સૌથી વધુ લાભ મહેસાણા એસ.ટી વિભાગને થયો છે. સમગ્ર ગુજરાત એસ.ટી વિભાગમાં તલાટીની પરીક્ષામાં 10 કરોડ કરતાં પણ વધુની આવક પ્રાપ્ત થઇ છે. જેમાં મહેસાણા જિલ્લો સૌથી ટોપ પર મોખરે રહ્યો છે. મહેસાણા જિલ્લાના એસ.ટી વિભાગ તંત્રએ 1 કરોડ કરતાં પણ વધુ આવક સાથે સમગ્ર રાજ્યમાં ફસ્ટ નંબર પર રહ્યું હતું.

ગુજરાતમાં રવિવારે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરીક્ષાર્થીઓને પહોંચાડવા માટે એસટી વિભાગનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો. એનો ફાયદો એસટી વિભાગને પણ થયો. ગુજરાત એસટી વિભાગે એક જ દિવસમાં એક કરોડ કરતાં વધુની આવક મેળવી હતી. એમાં મહેસાણા ડિવિઝન એક કરોડ કરતાં વધુ આવક સાથે રાજ્યમાં ટોપ પર રહ્યું છે.

ગુજરાતમાં 7 તારીખે રવિવારે તલાટી-કમ-મંત્રીની પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષામાં પરીક્ષાર્થીઓના નંબર અન્ય જિલ્લાઓમાં ફાળવવામાં આવ્યા હતા, જેથી તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ગુજરાત એસટી દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનું ખાસ આયોજન કરાયું હતું. એસટી વિભાગ દ્વારા પરીક્ષાને લઈ માઈક્રો પ્લાન્ગિં કરાયું હતું અને દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો હતો. એક જ દિવસમાં ગુજરાત એસટીએ 3650 એકસ્ટ્રા ટ્રિપનું આયોજન કરતાં રાજ્યમાં કુલ 2 લાખ 18 હજાર 902 પરીક્ષાર્થીએ એસટી બસમાં મુસાફરી કરી હતી. એના થકી એસટી વિભાગને કુલ 10 કરોડ રૂપિયા કરતાં વધુની આવક થઈ હતી.
મહેસાણા જિલ્લામાં 12 એસટી ડેપો પરથી તલાટીની પરીક્ષા માટે કુલ 500 એકસ્ટ્રા બસો દોડાવી 
મહેસાણા એસટી ડિવિઝન અંતર્ગત આવતાં 12 એસટી ડેપો પરથી તલાટીની પરીક્ષા માટે કુલ 500 એકસ્ટ્રા ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે પરીક્ષાના દિવસે વહેલી સવારથી લઈ મોડી રાત્રિ સુધી બસો દોડાવવામાં આવી હતી. મહેસાણા ડિવિઝનમાં જ 30 હજાર કરતાં વધુ પરીક્ષાર્થીઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. એને કારણે મહેસાણા ડિવિઝનને એક જ દિવસમાં 1 કરોડ 3 લાખ રૂપિયાની બમ્પર આવક થઈ છે, જે રાજ્યમાં એસટી વિભાગના 16 ડિવિઝનમાં સૌથી વધુ છે.
ડિવિઝન આવક (રૂપિયા)
મહેસાણા 10331232
પાલનપુર 9548864
અમદાવાદ 9201655
ગોધરા 8009503
હિંમતનગર 7323142
નડિયાદ 7227256
જૂનાગઢ 7193120
રાજકોટ 6754662
સુરત 5921947
ભુજ 5142408
વલસાડ 4998993
ભાવનગર 4881354
વડોદરા 4499316
અમરેલી 4496031
જામનગર 3649014
ભરૂચ 2761819
કુલ 101940516
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0