મહેસાણા એલસીબીની ટીમે 10 હજારના મુદ્દામાલ સાથે બે ઇસમોને દબોચી લીધા
ત્રણ શખ્સો મોબાઇલ એપ પરથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 07- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન મહેસાણા મોઢેરા રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ પાસે આવેલા એક પાર્લર પર આઇપીએલની મેચો પર ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રૂા.૧૦ હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા. 
હાલમાં આઇપીએલ ક્રિકેટ મેચ રમાઇ રહી છે જેમાં મહેસાણા, ઊંઝા સહિત અનેક વિસ્તારોમાં મોબાઇલ એપ પર ક્રિકેટ સટ્ટો રમવાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આવા ક્રિકેટ સટ્ટો રમતાં રમાડતાં શખ્સોની અટકાયત કરવાના જિલ્લા પોલીસવડાએ આપેલા માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એચ.એલ.જાેષી તથા પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ ડાહ્યાભાઇ, દિનેશભાઇ, સંજયભાઇ, જસ્મીનકુમાર, આકાશકુમાર સહિત સ્ટાફના માણસો મહેસાણા શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન સંજયકુમાર તથા જસ્મીનકુમારને બાતમી મળી હતી કે,
અવસર પાર્ટી પ્લોટ સામે આવેલ આયુષ પાર્લર પર બે શખ્સો પોતાના મોબાઇલ ફોનમાં ક્રિકેટ સટ્ટાની એપથી ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી રહ્યા છે અને હામાં તે આઇપીએલ ચેન્નઇ સુપરકીંગ તથા મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે ચિદમ્બર સ્ટેડીય ચેન્નઇ ખાતે રમાઇ રહેલ ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ પર ફોનથી ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની બાતમીના આધારે અવસર પાર્ટી પ્લોટ પાસે પાર્લર પર પહોંચી ક્રિકેટ સટ્ટો રમડતાં પટેલ અલ્પેશ ગોરાંગભાઇ રહે. બી-૧, સફલ એવન્યુ, મોઢેરા રોડ, અવસર પાર્ટી પ્લોટ મહેસાણા તથા પ્રજાપતિ સુરેશ વીસાભાઇ રહે. દેદીયાસણ પ્રજાપતિવાસ, મહેસાણાને રૂા. ૧૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. જ્યારે અન્ય કિક્રેટ સટ્ટામાં સંડોવાયેલો અન્ય એક પટેલ પ્રકાશ કનૈયાલાલ રહે. સોનેરીપુરા તા.જી.મહેસાણા ફરાર હોવાથી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.


