આગામી તારીખ 22-04-2023 શનિવારના રોજ રામદેવ મંદિરના પટાંગણમાં કાર્યક્રમ યોજાશે
જય બાબારી મિત્ર મંડળના આયોજક વિક્રમભાઇ (વિકી બાબારી) દ્વારા ધાર્મિક સંતવાણી કાર્યક્રમનું આયોજન
33 જ્યોતના પવિત્ર પાઠ, સંતવાણી ડાયરો, સંતોનું સામૈયું, ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
Sohan Thakor, મહેસાણા તા. 16 – મહેસાણામાં આવેલા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની રેલવે ટ્રાફિક કોલોની પાસે આવેલ રામદેવ પીર બાબાના મંદિરના પટાંગણમાં જય બાબારી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 22-04-2023 સંવત 2079 વૈશાખ સુદ-2 શનિવારના રોજ રામદેવ પીર મહારાજના 33 જ્યોતની પાઠ, ભજન અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેથી મહેસાણાની ધર્મપ્રેમી જનતાને જય બાબારી મિત્ર મંડળના આયોજક વિક્રમભાઇ ( વિકી બાબારી ) દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 
આ ધાર્મિક પ્રસંગે 33 જ્યોતના પવિત્ર પાઠ શ્રી નારાયણદાસ બાપુ (રાંધેજાવાળા) દ્વારા કરવામાં આવશે. જ્યારે સંતોનું સામૈયું પરમ પૂજ્ય સંતશ્રી પરબતરામજી મહારાજ ( નકળંગ આશ્રમ, સોળસંડા) દ્વારા કરવામાં આવશે. સવારે 9-30 કલાકે હવન 33 જ્યોતના પાઠ કરવામાં આવશે. સાંજે 6-30 કલાકે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાત્રે 8-00 કલાકે રામદેવ પીર મહારાજના આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેનાર સંતોનું સાામૈયું કરવામાં આવશે. તેમજ રાત્રે 10-00 કલાકે ભજન સંતવાણી ડાયરો રાખવામાં આવ્યોં છે.
નોંધનીય છે કે, જય બાબારી મિત્ર મંડળ દ્વારા દર વર્ષે વૈશાખ સુદ બીજના રોજ રામદેવપીર મહારાજના મંદિર પટાંગણમાં 33 જ્યોતના પાઠ સહિત ભોજન પ્રસાદ તેમજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં મહેસાણા શહેરની ધર્મપ્રેમી જનતા બાબારીના આ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં દર્શનનો લ્હાવો અને સંતવાણીની મોજ માણવાં ઉમટી પડે છે.


