ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટેની ભરતીની જાહેરાત 15 એપ્રિલ 2023ના રોજ જાહેર કરવામાં આવી છે.
આ પોસ્ટ માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 16 મે 2023 છે
ઉમેદવારને માસિક રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી ચુકવવામાં આવશે
ગરવી તાકાત, તા. 16 – જો તમે મેડિકલ પ્રોફેશનથી છો અને સરકારી નોકરી કરવાની ઇચ્છા ધરાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 650 ખાલી જગ્યા માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 650 છે જેમાં એસસીની 45, એસટીની 126, એસઈબીસીની 181, ઈડબલ્યુએસની 69, જનરલની 229 તથા પીએચની 26 જગ્યાઓનો સમાવેશ થાય છે. 
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ માટેની ભરતીની જાહેરાત 15 એપ્રિલ 2023ના રોજ જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટ માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 16 મે 2023 છે. જો તમે આ નોકરી માટે આવેદન કરવા માંગતા હોવ તો https://ikdrc-its.org/ વેબલાઇટ પર જઇને એપ્લાય કરી શકો છો. સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ (વર્ગ-3) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં અરજી કરવા માટે તમારે B.Sc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ હોવું જરૂરી છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ
સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાઓ
હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મમાં જરૂરી વગતો ભરો તથા માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો. હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો


