રોટરી કલબના ટાઉન પ્લાનિંગ ઓફિસરના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન આયોજન કરાયું
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – રોટરી ક્લબના મેમ્બર તેમજ ટાઉન પ્લાનિંગ ઓફિસર શ્રી વિનોદભાઈ જોશી ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી રાઠૉડ સાહેબશ્રીની શુભેચ્છાઓ સાથે બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે શુભેચ્છક મિત્રો તેમજ તેમના પરિવારજનો એ પણ બ્લડ ડોનેશન કર્યુ હતું. 
આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં 26 બોટલો એકત્ર કરવામાં આવી હતી. સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ હોટલોમાં ઉજવતા હોય છે ત્યારે મુઠી ઊંચેરા માનવી એવા ઓફિસર શ્રી વિનોદભાઈ જોશી એ પોતાનો જન્મદિવસ બ્લડ ડોનેશન કરીને ઉજવ્યો હતો.
આ પ્રસંગે પાટણ રોટરી ક્લબના બાબુભાઈ પ્રજાપતિ,ડોક્ટર કેતુલભાઈ જોશી સાહેબ, ડીડીઓ શ્રી પાટણ, રણછોડલાલ પટેલ તેમજ રોટેરીયન મિત્રો ઉપસ્થિત રહ્યા આ રીતે વિનોદભાઈ જોશી સર દ્વારા સમાજસેવાનો સુંદર સંદેશ અપાયો ઉલ્લેખનીય છે કે શ્રી વિનોદભાઈ જોશી સમાજસેવામાં સદૈવ અગ્રેસર રહે છે પોતે ક્લાસ વન ઓફિસર હોવા છતાં ખૂબ જ નિખાલસતાથી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમના પુત્ર શ્રી ડોક્ટર કેતુલ ભાઈ જોશી સાહેબ પણ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહે છે


