માફિયા અતિક અહેમદને લેવા યુપી પોલીસ કાફલા સાથે સાબરમતી જેલ પહોંચી

March 26, 2023

ઉમેશ પાલ હત્યાંકાડની પુછપરછ માટે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઇ જવાશે 

ગરવી તાકાત, તા. 26 – ઉમેશ પાલ હત્યાકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં જેલમાં બંધ અતીક અહેમદની પૂછપરછ માટે ઉત્તર પ્રદેશ પોલીસ સાબરમતી જેલ પહોંચી છે. અતીક અહેમદની પૂછપરછ કરવા UP STF ની ટીમ પહોંચી છે. ત્યારે અતીક અહેમદને યુપી પોલીસ હવે ઉત્તર પ્રદેશ લઈ જશે. બપોરે 3 વાગ્યે અતિક અહેમદને અમદાવાદથી પ્રયાગરાજ લઈ જવાશે. આ માટે સાબરમતી જેલમાં UP પોલીસ પ્રોસેસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, યુપીનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ સાબરમતી જેલમાં બંધ છે. પ્રયાગરાજમાં ઉમેશ પાલ કરાઈ હતી. આ હત્યાનો માસ્ટર માઈન્ડ છે અતીક અહેમદ. 

સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદને UP STF લઈ જશે. બપોર બાદ યુપી પોલીસ પ્રોસિજર પૂરી કરીને જવા રવાના થઈ શકે છે. અતીક અહેમદને લેવા માટે 45 પોલીસકર્મીઓની ટીમ ગુજરાત પહોંચી છે. જે અતીક અહેમદને લઈ યુપી લઈ જશે. યુ.પી પોલીસની 2 મોટી ગાડીમાં પોલીસનો કાફલો આવ્યો છે. પોલીસકર્મીઓ હથિયાર સાથે આવ્યા છે, જેમાંથી કેટલાક જેલની અંદર છે, કેટલાક જેલની બહાર તો કેટલાક ગાડીમાં છે. 2 IPS, 3 DSP સહિત 40 પોલીસકર્મી અમદાવાદ પહોંચ્યા છે. અતીકને લઈને યુપી પોલીસ 27 માર્ચે પ્રયાગરાજ પહોંચશે. જેના બાદ 28 માર્ચે MP-MLA કોર્ટમાં અતીકને હાજર કરાશે.

ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીકને યુપીની કોર્ટમાં હાજર કરાશે. અપહરણ કેસમાં કોર્ટ 28 માર્ચે ચુકાદો આપી શકે છે. ચુકાદા બાદ અતીકને ફરી કસ્ટડીમાં લઈ શકે છે. કસ્ટડીમાં લઈ ઉમેશ પાલ હત્યા કેસમાં અતીકની સઘન પૂછપરછ કરાશે. પ્રયાગરાજ પોલીસે અતીકને લાવા તમામ પ્રક્રિયા કરી પૂર્ણ કરી લીધી છે. અતીકના ભાઈ અશરફને બરેલી જેલથી લવાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0