રાજયનો પોઝેટીવ રેટ 99.04 ટકા છે અત્યાર સુધીમાં કુલ 1267419 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 25 – ગુજરાતમાં ધીમી ગતિએ કોરોના પોતાની રફતાર પકડી રહ્યો છે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોનાની ધીમી ગતિએ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે ગુજરાતમાં કોરોનાના નવા 244 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં આજે નવા 12 કેસ નોંધાયાં છે. રાજયમાં કુલ છ દર્દીઓ વેન્ટીલેટર પર છે સાથે 1285 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજયનો પોઝેટીવ રેટ 99.04 ટકા છે અત્યાર સુધીમાં કુલ 1267419 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. 
મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં 05, વડનગરમાં 01, સતલાસણામાં 01, ઊંઝામાં 01, બહુચરાજીના ગ્રામ્ય વિસ્તારમાં 03, વિજાપુરમાં ગ્રામ્યમાં 01, મળી જિલ્લામાં કુલ 12 નવા કેસ નોંધાયાં છે. જ્યારે આજે 590ના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. મહેસાણા જિલ્લામાં એકટીવ કેસોની સંખ્યા 57 પર પહોંચી છે. સમગ્ર રાજયમાં પુન: કોરોના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 241 પોઝીટીવ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ અને મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો છે. એક પણ દર્દીનું મોત નોંધાયું નથી.
રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન સતાવાર નોંધાયેલા આંકડા મુજબ અમરેલી શહેર 79, ગ્રામ્ય 1, કુલ 80, સુરત શહેર-21 ગ્રામ્ય 4 કુલ 25, વડોદરા શહેર 11 ગ્રામ્ય 23 કુલ 34, રાજકોટ શહેર 22 ગ્રામ્ય 6, કુલ 28, મોરબી 23, મહેસાણા 12, ગાંધીનગર 5, કચ્છ 5, પાટણ, આણંદ, વલસાડ 4-4, અમરેલી, ભરૂચ, જામનગર 3-3, ભાવનગર, પંચમહાલ 2, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર 1-1, મળી કુલ 241 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે અમદાવાદ-47, સુરત-15, રાજકોટ 7, મહેસાણા 21, અમરેલી 13, ભાવનગર 3, સહિત અન્ય જિલ્લાના મળી કુલ 129 દર્દીઓ સ્વસ્થ થયા છે.


