આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 23 – સાકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલની પ્રેરણા અને કુશળ નેતૃત્વ હેઠળ સંચાલિત નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ધ્વારા રામનગર સોસાયટી વિસનગરમાં તારીખ ૨૩/03/૨૦૨3 ગુરુવારના રોજ નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. 
આ કેમ્પમાં ૮૦ દર્દીઓએ લાભ લીધો હતો. જેમણે હોમિયોપેથિક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં ૧૯ દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી.
આ નિઃશુલ્ક સફળ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ રામનગર સોસાયટી વિસનગરના પ્રમુખશ્રી તેમજ રામનગર સોસાયટીના અગ્રણીઓ તરફથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.


