ખેરાલુ-ગોરીસણા હાઇવે પર રીક્ષા અને કારના અકસ્માતમાં રીક્ષામાં સવાર 3ના મોત 3 ગંભીર રીતે ઘાયલ

March 22, 2023

ખેરાલુથી નવી રિક્ષામાં બેસી ઠાકોર રમેશજી પોતાના પરિવાર સાથે બહેનને મળવા જતા રસ્તામાં અકસ્માત સર્જાયો 

ગરવી તાકાત, ખેરાલુ તા. 22 – ખેરાલુનો ઠાકોર પરિવાર નવી રીક્ષા ખરીદીને બહેનના ઘરે જવા નીકળ્યો હતો જ્યાં ખેરાલુ ગોરીસણા હાઇવે પર એકાએક ઇકો અને રીક્ષાનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે ગમખ્વાર અકસ્માતમાં રીક્ષામાં સવાર ત્રણના લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે ત્રણ લોકો જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે. આ અકસ્માતને પગલે હાજર લોકોએ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસે ડ્યા હતા. જો કે અકસ્માતમાં ત્રણના કરુણ મોત થતાં ખેરાલુના ઠાકોર પરિવારમાં શોકનું મોજુ પ્રસરી જવા પામ્યું છે.

આ અકસ્માતમા રિક્ષામાં સવાર ઠાકોર રમેશજી ચેલાજી, ઠાકોર અજયજી ચેલાજી, ઠાકોર અનીતાબેન રમેશજી, ઠાકોર કિંજલ બેન રમેશજી, ઠાકોર ભાવેશજી રમેશજી, ઠાકોર હીરાબેન ચેલાજીને ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને ખેરાલું સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન ભાવેશ રમેશજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. તેમજ ઠાકોર રમેશજી ચેલાજી, ઠાકોર અજયજી ચેલાજી, ઠાકોર અનીતા બેન રમેશજી, ઠાકોર હીરાબેન ચેલાજીને અમદાવાદ ખસેડવામાં આવ્યાં હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0