પ્રેમિકા સાથે મોબાઈલમાં ઝઘડો થતાં યુવકે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું

March 14, 2023

શાપરની કંપનીમાં રહેતો મૂળ બંગાળી યુવાન વતનમાં રહેતી તેની પ્રેમિકા સાથે મોબાઈલ પર વાતચીત દરમિયાન ઝઘડો થયો હતો  

રાજકોટ તા. 14 – શાપરમાં કંપનીમાં મજૂરી કામ કરતા બંગાળી યુવાન ને રાત્રિના સમયે મોબાઇલ પર પ્રેમિકા સાથેની વાતચીત દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થતા વહેલી સવારે યુવાને બ્લેડ વડે તેનો ગુપ્તાંગ વાઢી નાખતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો.આ અંગે હાલ શાપર પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

શાપરમાં આવેલી મસ્કત પોલીકેટ કંપનીમાં રહી મજૂરી કામ કરતો મૂળ બંગાળનો પ્રસંગજીત નુડીશ બરવન નામનો 20 વર્ષે યુવાન ગઈકાલે મોડી રાત સુધી તેની પ્રેમિકા સાથે મોબાઈલ પર વાતચીત કરી રહ્યો હતો ત્યારે પ્રેમિકા સાથે કોઈ બાબતે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા યુવાને આજે વહેલી સવારે ચારેક વાગ્યે બ્લેડ લઈ પોતાનું ગુપ્તાંગ વાઢી નાખ્યું હતું.ત્યારબાદ તેની ઓરડીમાં જ રહેતા અને તે કંપનીમાં જ કામ કરતા શ્રમિકો ને જાણ થતા લોહી લુહાણ હાલતમાં યુવકને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે શાપર પોલીસે યુવકનું નિવેદન લેવા કાર્યવાહી શરૂ કરી છે તેમજ સિવિલ હોસ્પિટલમાં યુવકને સારવાર આપવામાં આવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0